પાવાગઢઃ  પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ પર્વત પર શક્તિ પીછ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ સેંકડો જૈન તીર્થકરોની પ્રતિમાઓ રહેલી છે. આરોપ છેકે, મંદિર ટ્રસ્ટ દ્વારા આ પ્રતિમાઓ હટાવી લેવામાં આવી. મંદિર હટાવવાની ઘટના સામે આવતાં જ રાજ્યભરમાં જૈન સમુદાયનો આક્રોશ ફાંટી નીકળ્યો. જૈન સમુદાયના આક્રોશથી મામલો એટલો ઉગ્ર બન્યો કે, ખૂદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સામે આવવું પડ્યું અને મૂર્તિઓની પુન: સ્થાપના કરવાનો આદેશ આપ્યો. જોકે, સવાલ એ છેકે, આખરે આ સમગ્ર વિવાદનું કારણ શું છે. આ મામલે સુખદ નિવેડો આવ્યો છે.  સરકાર આ બાબતે સીધી નજર રાખી રહી છે. સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં આવતીકાલે એક મહત્વપૂર્ણ બેઠક પણ મળવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


કચ્છમાંથી 40 ચરસના પેકેટ મળ્યા, જુનાગઢમાં ગાંજાની સપ્લાય કરનાર 4 ઝડપાયા


જૈન સમાજની શું છે માગ? 
મૂર્તિ તોડનારા આરોપીઓને પકડવાને પકડવામાં આવે
તોફાની તત્વ સામે આકરા પગલાં ભરવામાં આવે
દેરીઓ માટે વૈકલ્પિક જગ્યા ઉભી કરવામાં આવે 
આજથી જ જિર્ણોદ્ધારની કામગીરી શરૂ કરવામાં આવે
યુદ્ધના ધોરણે જિર્ણોદ્ધારની કામગીરી કરવામાં આવે


સુરત, વડોદરા, પંચમહાલ સહિત રાજ્યના અનેક શહેરોમાં જૈન સમાજના અગ્રણીઓએ રસ્તા પર ઊતરીને વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં પ્રતિમાને ફરી સ્થાપિત કરવા અને ગુનેગારોને સજા કરવાની માગ જૈન સમાજના લોકોએ કરી છે.


પાવાગઢમાં જૈન મૂર્તિ તોડવા મામલે સુરતમાં વિરોધ
પૂજ્ય જિનાગમ રત્ન મહારાજ સરકાર પર રોષે ભરાયા 
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર જૈન મૂનિએ ઠાલવ્યો આક્રોશ 
સાહેબ, ક્યાં સુધી આશ્વાસન આપશો: જૈન મૂનિ 
પહેલાં પણ આજ સરકારે આશ્વાસન આપ્યું હતું: જૈન મૂનિ
હવે કોઈ આશ્વાસન નહીં, માત્ર પરિણામ જોઈએ: જૈન મૂનિ 


આ પણ વાંચોઃ ગુજરાતમાં ક્યારથી પડશે જોરદાર વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી


મામલાનો વિવાદ એટલો વધ્યો કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલાની વિસ્તૃત માહિતી મેળવી અને ફરી મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.  પાવાગઢ વિરોધ મામલે જૈન સમાજનો વિરોધ વધ્યો છે. વિરોધ સમયે જૈન સમાજના સાધુઓમાં આક્રોશ છે.
પૂજ્ય જિનાગમ રત્ન મહારાજે ગૃહ મંત્રી પર આક્રોશ ઠાલવ્યો હતો. જૈન સમાજને હવે ગૃહ મંત્રી પર ભરોષો નથી. "પહેલા પણ સરકાર આજ હતી આજે પણ સરકાર આજ છે." " પહેલા પણ ગૃહ મંત્રી આજ હતા અને આજે પણ આજ છે " " કોઈ આશ્વાસન નહીં જોઈ પરિણામ જોઈએ પછી આવજો અહીં." જૈન સમાજ સાધુ સંતો એ સરકાર સામે બાંયો ચઢાવી છે.