રાજ્યમાં ડ્ર્ગ્સ ઘૂસાડવાનું કારસ્તાન, કચ્છમાંથી 40 ચરસના પેકેટ મળ્યા, જુનાગઢમાં ગાંજાની સપ્લાય કરનાર 4 ઝડપાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે. ડ્રગ્સનો કાળો કારોબાર કરતી ગેંગો પણ સક્રિય થઈ ગઈ છે. જુનાગઢમાં કાર દ્વારા ગાંજાની સપ્લાય કરનારા ચાર ઝડપાયા છે. તો કચ્છમાં ચરસના પેકેટો મળી આવ્યા છે. 

રાજ્યમાં ડ્ર્ગ્સ ઘૂસાડવાનું કારસ્તાન,  કચ્છમાંથી 40 ચરસના પેકેટ મળ્યા, જુનાગઢમાં ગાંજાની સપ્લાય કરનાર 4 ઝડપાયા

જુનાગઢઃ યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવી કેટલાક નરાધમો થોડા પૈસાની લાલચમાં આવી  દેશના ભવિષ્ય સાથે રમત રમતા એક પળનો પણ વિચાર કરતા નથી...પરંતુ ગુજરાત પોલીસની બાજ નજરથી આવા નરાધમો છટકી નહી શકે...ત્યારે જુનાગઢ અને કચ્છથી આવાજ આરોપીઓને ઝડપવામાં પોલીસને મળી સફળતા મળી છે. 

ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ માટે ઝીરો ટોલરન્સ પોલીસી અપનાવવામાં આવી છે...આ અંગે ગૃહરાજ્ય મંત્રી દ્વારા પણ અવારનવાર ટકોર કરવામાં આવે છે કે ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપીઓને છોડવામાં નહીં આવે પરંતું...કેટલાક અસમાજિક તત્વો નાની અમથી રકમ માટે દેશના યુવાનોનું ભવિષ્ય બગાડવામાં એક ક્ષણનો પણ વિચાર નથી કરતા...ત્યારે જુનાગઢ ગિરનાર દરવાજા પાસેથી 10 કિલો ગાંજાના જથ્થા સાથે 4 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે...

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકને બાતમી મળી કે ગિરનાર દરવાજા થકી ઈકો કારમાં 99 હજારનો 10 કિલો ગાંજો શહેરમાં ઘૂસાડવામાં આવનાર છે...ત્યારે બાતમીના આધારે એ ડિવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા...ચાર ઈસમો ફેઝાન હારૂન શેખ,, ઇલીયાસ ઉર્ફે ઇલુ હારૂન માંડલીયા,,આદીલ રહીમ પડાયા અને ઉંમર મહમદ કાલવાની હાલ ધરપકડ કરવામાં આવી છે.

આ ચાર ઈસમો મૂળ અમરેલીના હોવાનું સામે આવ્યું છે...પોલીસે આ ચારેય આરોપીઓને ગિરનાર દરવાજા નજીકના ફાયર સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.  

વાત કચ્છની કરીએ તો કચ્છની દરિયાઈ સરહદમાંથી ચરસના 40 પેકેટ મળી આવ્યા છે. માંડવી સિટી પોલીસે 40 પેકેટ કબજે કર્યાં છે. આ ચરસની કિંમત 20 કરોડ રૂપિયા જેટલી થાય છે. છેલ્લા એક સપ્તાહમાં કુલ 93 જેટલા ચરસના પેકેટ મળી આવ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news