Jains Massive Protest : દેશભરમાં હાલ જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પડતર માગણીઓ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે. આજે મુંબઈ, અમદાવાદ, સુરતમાં જૈનોએ પ્રદર્શન કર્યાં. દેશભરમાંથી જૈનોનો વિરોધ સામે આવી રહ્યા છે. જૈન સમાજ રેલી યોજીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યો છે. રવિવારે અમદાવાદ, સુરત અને મુંબઈમાં જૈન સમાજે મહારેલી યોજીને વિરોધ વ્યક્ત કર્યો. રેલીમાં હજારો લોકો જોડાયા. પોતાના તીર્થક્ષેત્રોનાં રક્ષણ માટે શ્વેતાંબર અને દિગંબર જૈન સમાજ છેલ્લા ઘણા સમયથી વિરોધનાં માર્ગે છે.  ત્યારે શું છે જૈન સમાજનાં રોષ પાછળનું કારણ, જોઈએ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં શ્વેતામ્બર જૈન સમાજે પાલડી ચાર રસ્તાથી કલેકટર ઓફિસ સુધી રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં બાળકો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને જૈન મુનિઓ સહિતના લોકો હજારોની સંખ્યામાં જોડાયા. પોસ્ટર અને બેનર્સ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. એક રીતે રસ્તા પર માનવ મહેરામણ જોવા મળ્યો. 


તો આ તરફ સુરતમાં પણ જૈન સમાજે વિશાળ રેલી યોજી. વનિતા વિશ્રામથી શરૂ થયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. 


ઝારખંડમાં વિરોધનું કારણ
ઝારખંડમાં આવેલું સમ્મેત શિખર જૈન સમુદાયનું સૌથી મોટું અને મહત્વનું તીર્થસ્થાન છે. અહીંના પર્વતો પર સદીઓ પહેલા બનાવેલા અનેક નાના મોટા જૈન દેરાસરો છે. જો કે ઝારખંડ સરકારે સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈન સમાજ આકરા પાણીએ છે. જૈન સમાજનું કહેવું છે આમ કરવાથી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. સમ્મેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરાતા આ ધાર્મિક સ્થળને નુકસાન થવાનો પણ દાવો કરાયો છે. ઝારખંડ સરકારે સમ્મેત શિખર તીર્થમાં માછલી અને મરઘાના પાલનને પણ મંજૂરી આપી છે. એવામાં આ ધાર્મિક સ્થળ પર્યટન સ્થળ બની જશે તો અહીં માંસ અને દારૂનું સેવન સામાન્ય બાબત થઈ જશે..જેને જૈન સમાજ સાંખી લેવા તૈયાર નથી. આ અંગે ઝારખંડ સરકાર ઉપરાંત કેન્દ્રને પણ રજૂઆત કરવામાં આવી છે. જૈન સમુદાય રાષ્ટ્રપતિને પણ આવેદન આપવાની તૈયારી કરી રહ્યો છે. 


આ પણ વાંચો : 


દેશભરમાં ભડકેલા જૈનોના સમર્થનમાં આવ્યા ઔવેસી, આપી દીધું મોટું નિવેદન


ધારાવી જેવો બનેલા અમદાવાદના આ વિસ્તારનો થશે વિકાસ, લાખોના ઘરોની કિંમત કરોડોની થશે


નવસારીના ધના રૂપા થાનક પાસે મળ્યો 18 મી સદીનો ખજાનો, જૂના પીપળા નીચે દટાયેલો હતો


પાલિતાણામા કેમ વિરોધ 
જૈન સમાજની માંગ છે કે પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર જૈન મંદિરોમાં અસામાજિક તત્વો દ્વારા થઈ રહેલા દબાણોને દૂર કરવામાં આવે. જૈન મુનિઓ સાથે થતું ગેરવર્તન રોકવામાં આવે. પર્વતની તળેટીમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવામાં આવે. શેત્રુંજય પહાડ અને પ્રાચીન મંદિરોને થતા નુકસાનને રોકવા ગેરકાયદેસર ખનન બંધ કરાવવાની પણ માગ કરાઈ છે.  


ગુજરાતની બહાર પણ જૈન સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે. મુંબઈમાં જૈન સમાજે અલગ અલગ વિસ્તારોમાં યોજેલી રેલીમાં રસ્તા પર માનવમહેરાણ ઉમટી પડ્યો, 50 હજારથી વધુ લોકો રેલીમાં જોડાયા. સમગ્ર મહારાષ્ટ્રમાં યોજવામાં આવેલી રેલીમાં પાંચ લાખ લોકો જોડાયા હોવાનો દાવો કરાયો. તીર્થ સ્થળોનાં રક્ષણની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.


હાઈસ્કૂલ ક્લર્કે કરી 13 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી, ભર બજારમાં હાથ પકડ્યો