મુંબઈના ધારાવી જેવો બનેલા અમદાવાદના આ વિસ્તારનો થશે વિકાસ, લાખોના ઘરોની કિંમત કરોડોની થશે

Kharikat Canal Development : jખારીકટ કેનાલનો વિકાસ કોર્પોરેશનના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. જેને જોતાં નવા વર્ષનાં પહેલા  દિવસે શહેરનાં મેયર કિરીટ પરમાર કામગીરીનું નિરીક્ષણ કરવા સાઈટ પર પહોંચ્યા 

મુંબઈના ધારાવી જેવો બનેલા અમદાવાદના આ વિસ્તારનો થશે વિકાસ, લાખોના ઘરોની કિંમત કરોડોની થશે

Ahmedabad News : નવા વર્ષે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને મોટી રાહત મળી શકે છે. હજારો લોકો માટે મોટી સમસ્યા બની ગયેલી ખારીકટ કેનાલના વિકાસનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કોર્પોરેશન તેના આ સૌથી મોટા પ્રોજેક્ટ માટે હાલ તો ગંભીર દેખાઈ રહ્યું છે.

અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારના રહીશોને ટૂંક સમયમાં ખારીકટ કેનાલની વર્ષો જૂની સમસ્યાથી રાહત મળવા રહી છે. ગંદકીથી ખદબદતી આ કેનાલની જગ્યાએ આવનારા સમયમાં રસ્તા જોવા મળશે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માટે 1200 કરોડ રૂપિયાનાં ખર્ચે શરૂ કરેલા પ્રોજેક્ટની કામગીરી સતત આગળ વધી રહી છે. કોર્પોરેશનના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. જેને જોતાં નવા વર્ષનાં પહેલા  દિવસે શહેરનાં મેયર કિરીટ પરમાર કામગીરીનું નિરીક્ષણ કરવા સાઈટ પર પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે ખારીકટ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 

આ પણ વાંચો : 

નરોડાથી વિંઝોલ સુધીની ખારીકટ કેનાલના વિકાસનો પ્રોજેક્ટ સિંચાઈ વિભાગ અને એએમસીનો સંયુક્ત પ્રોજેક્ટ છે. વર્લ્ડ બેંકે પણ પ્રોજેક્ટ માટે ફંડની જોગવાઇ કરી છે. ખારીકટ કેનાલનું કામ પાંચ તબક્કામાં કરવાનું આયોજન છે, આ માટે પાંચ જુદી જુદી કંપનીઓને કામ સોંપવામાં આવ્યું છે. પ્રોજેક્ટની વિશેષતાઓની વાત કરીએ તો કેનાલ પર વાહનવ્યવહાર માટે રોડ બનાવવામાં આવશે. રોડની નીચે સિંચાઈના પાણીના સપ્લાય માટે પ્રિકાસ્ટ બોક્સમાંથી કેનાલ તૈયાર કરાશે. કેનાલની સફાઈ માટે ગેટ પણ બનાવવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન પણ નાંખવામાં આવશે. જીઆઇડીસીની મેગા લાઇનના શિફ્ટિંગનું કામ સૌપહેલા કરવામાં આવી રહ્યું છે. 

મેયર કિરીટ પરમારે કહ્યું કે, ખારીકટ કેનાલ પર રોડ બનતા લોકોને અવરજવર માટે વાહનવ્યવહારનો વિકલ્પ મળી રહેશે. ખારીકટ કેનાલ પાસે આવેલા નરોડા, ઓઢવ, નિકોલ, ક્રૃષ્ણનગર, ઠક્કરબાપાનગર, વિરાટનગર, અર્બુદા નગર, ઇન્દ્રપુરી, જશોદાનગર અને વિંઝોલના 10 લાખ લોકોને ગંદકીથી છૂટકારો મળશે. 

2022ના મધ્યમાં શરૂ કરાયેલો ખારીકટ કેનાલ પ્રોજેક્ટ 24 મહિનામાં પૂર્ણ કરવાનું તંત્રનું આયોજન છે...ત્યારે શહેરનાં પૂર્વ વિસ્તારની કાયાપલટ કરનારો આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય છે કે કેમ, તે જોવું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news