મુસ્તાક દલ, જામનગર: જામનગરના રાજવી પરિવારના વારસદાર અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે  રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો. અત્રે જણાવવાનું કે અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રહી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે અજય જાડેજાનો જન્મ 1 ફેબ્રુઆરી 1971ના રોજ જામનગરના રાજવી પરિવારમાં થયો હતો. તેમનું આખુ નામ અજયસિંહજી દૌલતસિંહજી જાડેજા છે. તેઓ જામનગરના શાહી વંશજ છે. જામનગર પહેલા નવાનગરના નામથી ઓળખાતું હતું. જ્યાં પૂર્વ સ્વતંત્ર ભારતમાં જાડેજા રાજવંશનું એક રજવાડું હતું. પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી ઘરેલુ ક્રિકેટ ચેમ્પિયનશીપનું નામ તેમના પૈતૃક સંબંધી સર રણજીત સિંહજી વિભાજી જાડેજા (જેમને મોટાભાગે રણજી કહેવાય છે) તેમના નામ પર રાખવામાં આવ્યું છે. જે 1907થી 1933 સુધી નવાનગરના રાજા હતા. 


શત્રુશલ્યસિંહજી પોતે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યા છે. નવાનગરના મહારાજાનું બિરૂદ ધરાવનારા તેઓ છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી 1972 સુધી તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા. તેમણે 1958-59ની સીઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરપથી રમીને પ્રથમ વર્ગમાં પ્રવેશ કર્યો હતો.