મુ્સ્તાક દલ/જામનગર: શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં આજે જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં બે કાકાઓએ ભેગા થઇને ભત્રીજાને પાઇપ વડે માથામાં માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કોફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં ઘોળા દિવસે ગરાસિયા યુવાનની હત્યા કરતા શહેરમાં ચકચાર મચી હતી. જામનગરમાં યુવાનને લોખંડની પાઇપ મારીને તેના જ કાકાએ હત્યા કરી દીધી હતી. કૌટુંબિક ઝઘડામાં ભત્રીજા સાથે થયેલી ઉગ્ર બોલચાલીમાં કાકાએ લોખંડની પાઇપ મારીને યુવાનની હત્યા કરીદેવાની ઘટના બનતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.


ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: અમિત ચાવડા



યુવાન પર પાઇપ પડે માથામાં હુમલો કરવામાં આવતા ઘટના સ્થળે જ યુવકના માથાના ભાગમાં ભારે ઇજાઓ થઇ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જવાન યુવનનું મોત થતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. પોલીસે હત્યના ગુનો નોધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.