ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: અમિત ચાવડા

રાજ્યમાં અનુસૂચિત જાતિના સામાજિક પ્રસંગને લઇને સર્જાઇ રહેલા ઘર્ણષ મુદ્દે કોંગ્રેસ રાજ્યપાલને આવેદન પત્ર આપશે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી અનુસૂચિત અને ઓબીસી નેતાઓની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલી ઘટનાઓ અંગે અમિત ચાવડાએ કહ્યુ કે, રાજ્યમાં અનુસૂચિત સમાજના પ્રસંગો પર ઘટનાઓ બની તે દુર્ભાગ્યપૂર્ણ છે જેને કોંગ્રેસ પક્ષ વખોડે છે.

Updated By: May 13, 2019, 06:25 PM IST
ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: અમિત ચાવડા

ગૌરવ પટેલ/અમદાવાદ: રાજ્યમાં અનુસૂચિત જાતિના સામાજિક પ્રસંગને લઇને સર્જાઇ રહેલા ઘર્ણષ મુદ્દે કોંગ્રેસ રાજ્યપાલને આવેદન પત્ર આપશે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી અનુસૂચિત અને ઓબીસી નેતાઓની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલી ઘટનાઓ અંગે અમિત ચાવડાએ કહ્યુ કે, રાજ્યમાં અનુસૂચિત સમાજના પ્રસંગો પર ઘટનાઓ બની તે દુર્ભાગ્યપૂર્ણ છે જેને કોંગ્રેસ પક્ષ વખોડે છે.

દેશમાં દરેક સમાજને પોતાના રીત રિવાજ મુજબ સામાજિક પ્રસંગો ઉજવી શકે છે ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને સરકાર તરફથી ત્વરિત કાર્યવાહી ન થતા આવી ઘટના બની રહી છે. સરકારમાં બેઠેલા લોકોએ રાજનીતિ કરવાને બદલે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ તેમણે આક્ષેપ કર્યો કે, મુખ્યમંત્રી દ્વારા દર વર્ષે સ્ટેટ મોનીટરીંગ અને વિઝીલન્સની મિટિંગ નથી મળતી જેના કારણે મોનીટરીંગ થતું નથી.

મહેસાણા: પાલિકાના 39 વૃક્ષોની હત્યા કરવાના નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓની રેલી

કોંગ્રેસના આગેવાનોની મળેલી બેઠકમાં સામાજિક સમરસતા જળવાઈ તે માટે ચર્ચા કરવામાં આવી આવનારા દિવસોમાં કોંગ્રેસ રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપશે સાથેજ કોંગ્રેસ પ્રમુખે અપીલ કરી કે બધા સમજો એક સાથે રહીને રહે મોટા સમજો નાના સમાજને સહયોગ આપે મોટા સમાજના લોકો પોતાની જવાબદારી નિભાવે.

નર્મદા નહેરની મુખ્ય કેનાલનું પાણી બંધ કરવા જાય તે પહેલા જ 1000 જેટલા BTP કાર્યકર્તાઓની અટકાયત

સમાજમાં આવા બનાવો બને ત્યારે કાર્યવાહી કરવાની જવાબદારી સરકારની બને છે પણ ગુજરાતની સરકાર ગરીબ હોય કે અનુસૂચિત હોય તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ  સરકારને આડે હાથ લેતાં કહ્યુ કે, સામાજિક સમરસતા આઝાદીથી આજ સુધી કોંગ્રેસનું આંદોલન રહ્યું છે. બંધારણ મુજબ બધાને સમાન અધિકાર છે લગ્નનો વરઘોડો સમગ્ર ગામ માટે ખુશીની વાત હોય છે.

આવા કાર્યોમાં અડચણો નાખનારા સામે રાજ્ય સરકારે સખત કાર્યવાહી કરવી જોઈએ ઉના કાંડથી લઈ આજ સુધી આવા તત્વોને રાજ્ય સરકારે છવાર્યા છે. મોદી અને અમિત શાહના હોમ સ્ટેટમાં આવા બનાવ કેમ બન્યા છે તેનો જવાબ વડા પ્રધાન અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષે આપવો જોઇંએ.