ભાજપી સાંસદ પૂનમ માડમની સંપત્તિ ‘દિન દુગુની રાત ચૌગુની’ની જેમ વધી
જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સાંસદ પુનમબેન માડમે ઉમેદવારી નોંધાવ્યા બાદ એફિડેવિટમાં પોતાની કરોડોની સંપત્તિ સત્તાવાર જાહેર કરી છે. ગત વખતે રજૂ કરેલા એફિડેવિટ બાદ આ વખતે રજૂ કરેલી એફિડેવિટમાં 12 કરોડ જેટલી સંપત્તિનો વધારો જોવા મળ્યો છે. ત્યારે બીજી રીતે કહી શકાય કે આ છે જામનગરના ભાજપના કરોડપતિ સાંસદ.
મુસ્તાક દલ/જામનગર :જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સાંસદ પુનમબેન માડમે ઉમેદવારી નોંધાવ્યા બાદ એફિડેવિટમાં પોતાની કરોડોની સંપત્તિ સત્તાવાર જાહેર કરી છે. ગત વખતે રજૂ કરેલા એફિડેવિટ બાદ આ વખતે રજૂ કરેલી એફિડેવિટમાં 12 કરોડ જેટલી સંપત્તિનો વધારો જોવા મળ્યો છે. ત્યારે બીજી રીતે કહી શકાય કે આ છે જામનગરના ભાજપના કરોડપતિ સાંસદ.
રાજકારણમાં આંટાફેરા : પિતાને કોંગ્રેસમાંથી ટિકીટ મળતા પુત્રએ પક્ષપલટો કર્યો
જામનગરમાં લોકસભા બેઠક પર ગત વખતે ભાજપે કબજો મેળવ્યા બાદ ફરીથી આ વખતે પણ ભાજપ દ્વારા લોકસભા બેઠક પર જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે પૂનમબેન માડમ દ્વારા ગઈકાલે પોતાની ઉમેદવારી પત્ર જિલ્લા કલેક્ટર સમક્ષ ભરવામાં આવી હતી. ઉમેદવારી પત્ર ભર્યા બાદ એફિડેવિટમાં સત્તાવાર રીતે પૂનમબેન માડમની કરોડોની સંપત્તિ જાહેર કરવામાં આવી છે. ગત લોકસભાની ચૂંટણીમાં જાહેર કરાયેલ સંપત્તિ 15.03 કરોડ હતી, જે આ લોકસભાની ચૂંટણીમાં વધીને 26.99 કરોડના આંકડે પહોંચી છે. જેથી માત્ર પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સાંસદની સંપત્તિમાં 11.95 કરોડ જેટલો 79.50% માતબર વધારો જોવા મળ્યો છે. જેથી જામનગરના ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમ કરોડપતિ સાંસદ પણ કહી શકાય.
Photos : ગુજરાતની આ 13 બેઠકો પર જુઓ કોણ સામસામે કાંટે કી ટક્કર આપશે
જામનગરના ભાજપના લોકસભાના ઉમેદવાર અને સાંસદ પુનમબેન માડમની સત્તાવાર જાહેર કરેલી સંપત્તિ અંગે નજર કરીએ તો....
- પૂનમબેન માડમની સંપત્તિમાં 5 વર્ષમાં થયો 79.50%નો વધારો
- 5 વર્ષમાં પૂનમબેનની આવકમાં 11.95 કરોડનો વધારો થયો
- 2014માં 15.03 કરોડની સંપત્તિ 2019માં 26.99 કરોડની થઈ
- પૂનમ માડમની સંપત્તિમાં 5057.40 ગ્રામ સોનુ, 182 કેરેટનો હીરો તેમજ ચાંદીનો સમાવેશ
- ખેતીની જમીન, કમર્શિયલ બિલ્ડીંગનો પણ સંપત્તિમાં સમાવેશ
- બેન્ક થાપણ, શેર, વીમા પોલિસી સહિતની મિલકત રૂ.4 કરોડ વધી
- ખેતી સહિતની સ્થાવર મિલકતમાં રૂ.7.86 કરોડનો વધારો
- બેંક લોન સહિતની આર્થિક જવાબદારીઓ રૂપિયા 5.57 કરોડ
ઉમેદવારી નોંધવાની ગણતરીના કલાકો પહેલા કોંગ્રેસે ભરૂચ-દાહોદ માટે ઉમેદવારોની જાહેરાત કરી
ત્યારે જામનગરના કરોડપતિ સાંસદની સત્તાવાર મિલકત અને સંપત્તિને જોઈને કહી શકાય કે રાજકારણમાં પણ સેવાની સાથે સંપત્તિ મળી રહી છે. માત્ર 5 વર્ષના સમયગાળા દરમિયાન 12 કરોડની રકમ સાથે 79.50 % જેટલી માતબર સંપત્તિનો વધારો સાંસદ પુનમબેનબેન માડમની સંપતિ અંગેની જાહેર કરાયેલ એફિડેવિટમાં જોવા મળ્યો છે.