ઝી બ્યૂરો, જામનગરઃ આગામી મહિનાથી જામનગરમાં દરિયો ખેડવા પર કે માફી મારી કરવા પર અમુક સમય માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કારણકે, આ સમયગાળા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે જેને કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે. જેને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ દ્વારા માફીમારી પર આ સમયગાળા દરમિયાન રોક લગાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Instagram યુઝર્સ માટે ખુશખબરી, Reels નો ઉપયોગ કરવાથી મળશે પૈસા


સામાન્ય રીતે જુન માસથી દર વર્ષે દરિયો તોફાની થઈ જતો હોય છે આથી મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ ઓફિસર ઓ દ્વારા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં માછીમારી માટે જવા પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઈ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં રહેલ માછીમારોનું જાનનું જોખમ ઉભું થાય તેવો પુરતી સંભાવના હોય છે.


નુકસાનીનું જોખમ હોવાને કારણે જ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડવા રજુ કરેલ દરખાસ્ત જરૂરી જણાતાં રાજેન્દ્ર સરવૈયા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા નીચે મુજબના પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.


World Most Expensive Car: આ છે દુનિયાની સૌથી મોંઘી કાર, 200 કરોડ છે કિંમત જાણો કારના ખાસ ફિચર્સ


માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયામાંથી કોઈ પણ માછીમારોએ કે અન્ય વ્યકિતઓએ તા.01/06/2021 થી તા.30/07/2021બન્ને દિવસો સહિતના સમય દરમ્યાન માછીમારી માટે કે અન્ય હેતુસર સમુદ્રમાં કે ક્રીક એરિયામાં જવું નહીં અને કોઈ પણ બોટની અવર જવર કરી શકાશે નહી.


British PM Boris Johnson આ છોકરી સાથે કરવા જઈ રહ્યા છે ત્રીજા લગ્ન, જુઓ તસવીરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube