Instagram યુઝર્સ માટે ખુશખબરી, Reels નો ઉપયોગ કરવાથી મળશે પૈસા

નવી દિલ્લીઃ Instagram યુઝર્સ માટે ખુશખબરી છે. Instagram જલ્દી જ પોતાના ક્રિઅટર્સ માટે એક નવો બોનસ પેમેંટ પ્રોગ્રામ લાવી રહ્યું છે. નવા ફિચર Reels માં સામેલ કરવામાં આવશે. જેના માધ્યમથી યુઝર્સ ને રીલ્સના ઉપયોગ પર પૈસા આપવામાં આવશે. આવો જાણીએ કઈ રીતે તમે કમાઈ શકો છો પૈસા.

આવી રીતે મળશે પૈસા

1/5
image

અનુમાનિત બોનસ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ઈંસ્ટાગ્રામ યુઝર્સને નવી રીલ્સના પ્રસારનું કામ સોંપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટસ મુજબ Instagram પ્લેટફોર્મ પર નવી Reels ને શેયર કરવા માટે ક્રિએટર્સને પેમેંટ આપવામાં આવશે.

 

2/5
image

બીજા એક રિપોર્ટ મુજબ ખાસ ઓડિયંસ એંગેંજમેંટ સુધી પહોંચ્યા બાદ ક્રિએટર્સને રિવોર્ડ પર આપવામાં આવશે.

આ નવા ટૂલ પણ જાહેર કરવાની તૈયારીમાં છે કંપની

3/5
image

હાલમાં જ Facebook ના સ્વામિત્વ વાળી Instagram એ Reels and IG Live માટે ઈનસાઈટ્સની જાહેરાત કરી હતી. આ નવા ટુલ અપડેટના માધ્યમથી જાહેર થશે. આમા, ક્રિએટર્સ અને બિઝનેસ બનેને કંટેંટ સુધીની રીચ મળશે. જેનાથી જરૂરી ડેટા આપીને પ્લેટફોર્મ પર તેમના પરફોર્મન્સને સમજવામાં અને તેમના મૂલ્યાંકન કરવામાં આસાની થશે. 

4/5
image

Instagram જલ્દી જ ડેસ્કટોપ પર ઈનસાઈટ્સ સુવિધા પણ ચાલુ કરવા જઈ રહ્યું છે. પબ્લિક એકાઉંટ એક્સપ્લોર સ્પેસના માધ્યમથી મોટી ઈંસ્ટાગ્રામ કમ્યૂનિટી માં Reels શેયર કરી શકાય છે. આ ફીચરના માધ્યમથી હાલમાં જ ઈંસ્ટાગ્રામની ક્રિએટિવિટીમાં ખુબ જ વધારો થયો છે. નવા બોનસ પ્રોગ્રામ ક્રિએટર્સને સતત આ એપ સાથે જોડાયેલાં રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. આ એક ખુબ જ સુંદર પ્રયાસ છે.

iOS ડેવલપરે આપી જાણકારી

5/5
image

બોનસ પેમેંટ ફીચર અંગે સૌથી પહેલાં iOS ડેવલપર Alessandro Paluzzi ને ખબર પડી હતી. તેમણે કેટલીક બેંકો અને તેના કોડની જાણકારી મેળવી રહ્યાં હતા તે દરમિયાન આ ફીચર વિશે જાણકારી મળી હતી. ડેવલપરે કેટલાંક સ્ક્રીનશોટ શેયર કર્યા છે. Instagram પોતાના ક્રિએટર્સ ને પ્રોત્સાહન આપવા માટે રીલ્સ પર બોનસ આપવાનો પ્લાન કરી રહી છે.