જામનગરઃ વીજળીનો વપરાશ કરીએ તેટલું બિલ આવે...અને આ બિલને ભરવું આપણા સૌની ફરજ છે. હા ઘણીવાર ભૂલથી અધધ બિલ આવી જાય છે કે પાછળથી તેમાં સુધારો થઈ જાય છે...પરંતુ વાત જામનગરની છે..જ્યાં કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટરે વધુ બિલનો આક્ષેપ કરી એવો હોબાળો કર્યો કે તે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હાથમાં લાકડી લઈને PGVCLના અધિકારીને ખુલ્લી ધમકી આપી...લાકડીઓ પાછડી અને આખી કચેરીને બાનમાં લીધી...જુઓ કોંગ્રેસના કોર્પોરેટરની ધમાલો આ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ એક જનપ્રતિનિધિને ન છાજે તેવું કામ જામનગરમાં કોંગ્રેસના એક કોર્પોરેટરે કર્યું....નગરસેવિકા રચના નંદાણિયાએ રજૂઆતના નામે PGVCLની કચેરીમાં એવો હોબાળો મચાવ્યો કે આખી કચેરી સ્તબ્ધ થઈ ગઈ...અધિકારી અને કર્મચારીઓ પણ ડરી ગયા...હાથમાં લાકડી લઈને આવેલા આ કોર્પોરેટરે અધિકારીને મારવાની પણ ધમકી આપી...કચેરીના દરેક ટેબલ પર લાકડી પછાડીને ડરાવવાનો પ્રયાસ કર્યો...ધમકીના અંદાજમાં ડ્રામા કરીને આખી કચેરીને બાનમાં લઈ લીધી હતી.


રણચંડીને રૂપ લઈને આવેલા આ બહેન એ ભૂલી ગયા હતા કે તેમનું વર્તન જરા પણ યોગ્ય નથી....જનપ્રતિનિધિ કોઈ પણ સરકારી અધિકારીને કચેરીમાં જાય ત્યારે તેમનું વર્તન યોગ્ય હોવું જોઈએ...રજૂઆત કરવાની પણ એક રીત હોય...પરંતુ આ બહેન બધુ જ ભૂલી ગયા હતા...તેમનો વિરોધ પણ પાછો પ્રજાના પ્રશ્નોનો નહતો...તેમનો વિરોધ તો પોતાનો વ્યક્તિગત હતો...પોતાના ઘરમાં લાઈટબિલ વધુ આવ્યું છે તેવો દાવો કરીને અધિકારીને લાકડી મારવા સુધીની ધમકી આપી દીધી.


આ પણ વાંચોઃ તો આજની નવરાત્રિ બગડી! ગુજરાતના આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, હજુ પણ છે આગાહી


કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયાના કહેવા મુજબ મારુ બિલ 8 હજાર રૂપિયા આવ્યું છે. તેમણે સોલાર પેનલ લગાવી છતાં પણ આટલું બધુ બિલ કેમ આવ્યું?...તેમણે આક્ષેપ લગાવ્યો કે PGVCLના અધિકારીએ જાણીજોઈને આટલું અધધ બિલ આપ્યું છે. સાથે જ કહ્યું કે ખોટી રીતે તેમના ઘરમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યું છે. બીજી તરફ આ સમગ્ર હાઈપ્રોફાઈલ ડ્રામા મુદ્દે PGVCLના અધિકારીએ દાવો કર્યો કે જેટલો વપરાશ કર્યો હોય તેટલું જ બિલ આવ્યું છે. આ બહેન અવારનવાર આવી રીતે ડ્રામા કરતા રહે છે. અને અગાઉ પણ બિલ ન ભરવા માટે ગલ્લાતોલ્લા કર્યા હતા...


શું છે કોર્પોરેટરનો દાવો?
સોલાર પેનલ લગાવી છતાં 8 હજાર બિલ કેમ આવ્યું?
PGVCLના અધિકારીએ જાણીજોઈને આટલું અધધ બિલ આપ્યું 
ખોટી રીતે પોતાના ઘરમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યું 


શું છે અધિકારીનો દાવો? 
જેટલો વપરાશ કર્યો હોય તેટલું જ બિલ આવ્યું છે
બહેન અવાર-નવાર આવી રીતે ડ્રામા કરતા રહે છે
અગાઉ પણ બિલ ન ભરવા માટે ગલ્લાતોલ્લા કર્યા હતા


આ પણ વાંચોઃ સુરતથી મોટી ખબર : માંગરોળ ગેંગરેપ કેસના આરોપી શિવશંકરનું મોત, શ્વાસની થઈ હતી તકલીફ


કોંગ્રેસના આ કોર્પોરેટર બહેન વીજ કંપનીની કચેરીમાં હોબાળો મચાવતાં હતા...તેઓ કોઈને પણ માનવા તૈયાર નહતા...તો આખરે 100 નંબર ડાયલ કરીને પોલીસ બનાવવાની ફરજ પડી હતી...પોલીસની હાજરીમાં પણ રચના નંદાણિયા એવા શબ્દો બોલતા હતા જે ન બોલી શકાય....જો કે પોલીસે બાદમાં આ કોર્પોરેટરની અટકાયત કરી હતી...અને તેમને PCR વાનમાં બેસાડીને લઈ ગયા હતા....


તો આ સમગ્ર ડ્રામા બાદ જ્યારે અમે કોર્પોરેટર રચના નંદાણિયાનો સંપર્ક કર્યો, અને સમગ્ર ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે ફરી પોતાનું આક્રોશ યથાવત રાખ્યો હતો...અને અધિકારી અજય પરમાર માટે ખરાબ શબ્દોનો પ્રયોગ કર્યો હતો...


વિરોધ કરવો અને રજૂઆત કરવી ખોટી નથી...જો ખોટું થયું હોય તો વિરોધ થવો જ જોઈએ...પરંતુ વિરોધ કરવાની અને રજૂઆત કરવાની એક પદ્ધતિ હોવી જોઈએ...મર્યાદાનું પાલન કરીને વિરોધ કરવો જોઈએ...જો કે જામનગરમાં કોંગ્રેસના આ મહિલા કોર્પોરેટરે જે વર્તન કર્યું તેનાથી જામનગરની જનતા જ તેમના સામે ફિટકાર વરસાવી રહી છે.