મુસ્તાક દલ, જામનગરઃ ભારતમાં હાલ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી વધુ રહ્યું. ત્યારે આસ્થિતિની વચ્ચે ગુજરાતના જામનગર જિલ્લામાં પોતાનો જીવ જોખમમાં મુકીનો લોકોનો જીવ બચાવનારા મેડિકલ સ્ટાફ અને 108ના કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર જિલ્લામાં કોરોના કાળ દરમિયાન દર્દીઓનો જીવ બચાવ સતત પ્રયત્નશીલ રહેલાં 108 એમ્બ્યુલન્સના કર્મીઓની પ્રસંશનીય સેવા બદલ સન્માન કરવામાં આવ્યું. જામનગરના 108ના નવ કર્મીઓને પ્રમાણપત્રો આપીને સન્માનવામાં આવ્યાં. કોરોનાની બીજી લહેરમાં જ્યારે સ્થિતિ સૌથી વિકટ હતી એવા સમયે 108ના આ કર્મચારીઓએ પોતાની પરવાહ કર્યા વિના લોકોના જીવ બચાવવા માટે સતત દોડધામ કરી છે.


આ કોરોના વોરિયર્સે દર્દીઓને તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડી અનેક મહામુલી જીંદગી બચાવવાની પ્રશંસનીય કામગીરી કરી છે. જે કામગીરીને ૧૦૮ના ગુજરાત રાજ્યના વડાની પ્રેરક ઉપસ્થિતિમાં બિરદાવવામાં આવી હતી અને કર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને ઉત્કૃષ્ટ કામગીરીને સન્માનિત કરાઇ હતી.


જામનગર શહેરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા તથા મોરબી જિલ્લાના કુલ ૧૮ કર્મીઓને સન્માનિત કરાયા હતા. જેમાંથી જામનગર જિલ્લાના ૧૦૮ એમ્બ્યુલન્સના ૯ કર્મીઓને પણ એવોર્ડ તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મીઓમાં પાઇલોટ સુખદેવસિંહ વાળા તથા ઇ.એમ.ટી. અશ્વિન ડોડિયાને પ્રમાણિકતા સન્માન, ઇ.એમ.ટી. અલ્પા ઝાલા તથા પાઇલોટ રામભાઇ કારાવદરાને ઇ.એમ.કેર એવોર્ડ, ઇ.એમ.ટી. ગતિક્ષા ડોડિયા તથા ભાવેશ ભરડાને પ્રેરણાદાયી એવોર્ડ તેમજ કમલેશ ચાવડા, રાજદિપસિંહ જાડેજા તથા પુષ્પરાજસિંહ જાડેજાને ફોટોગ્રાફી કોમ્પીટીશન અન્વયે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.


આ પ્રસંગે ૧૮૧ અભયમના ગુજરાતના વડા નરેન્દ્ર ગોહિલ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. તિવારી, સી.ડી.એચ.ઓ.  ડો. બિરેન મણવર, એમ.પી.શાહ મેડીકલ કોલેજના  પ્રોફેસર ડો. ઘાચી, જી.જી.હોસ્પિટલના આર.એમ.ઓ.ડો. પી.આર.ભૂવા ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ કોરોના કાળ મા દર્દી ની સારવાર કરતા મેડિકલ સ્ટાફ નું દેહાંત થયું હૉય એમની આત્માને ની શાંતિ માટે 1 મિનિટ નું મૌન પણ રાખવામાં આવ્યું હતું.