Jamnagar: હડતાલના નવમા દિવસે ડોક્ટરોનું વલણ કૂણું પડયું, ઇમરજન્સી અને કોવિડ સેવાઓ ફરી શરૂ
જામનગર (Jamnagar) ના એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન દ્વારા ઇન્ટરન તબીબોએ હડતાલ (Strike) માંથી પાછા ફરવાનો આદેશ કરાતાં હડતાળિયા તબીબોએ પણ ઇમરજન્સી અને કોવિડ (Covid) સહિતની આરોગ્ય સેવાઓનો ફરીથી પ્રારંભ કર્યો છે.
મુસ્તાક દલ, જામનગર: સૌરાષ્ટ્ર (Saurashtra) ની સૌથી મોટી અને જામનગર (Jamnagar) ની સરકારી જી.જી હોસ્પિટલ (GG Hospital) માં બોન્ડેડ અને રેસિડેન્ટ તબીબોની હડતાલ(Doctor Strike) ના લઈને હજારોની સંખ્યામાં સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો જ્યારે જામનગર (Jamnagar) ના એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન દ્વારા ઇન્ટરન તબીબોએ હડતાલ (Strike) માંથી પાછા ફરવાનો આદેશ કરાતાં હડતાળિયા તબીબોએ પણ ઇમરજન્સી અને કોવિડ (Covid) સહિતની આરોગ્ય સેવાઓનો ફરીથી પ્રારંભ કર્યો છે.
Jamanagar: રખડતા ઢોરોનો આતંક, 24 કલાક પહેલાં કાળજું કંપાવે એવો વીડિયો થયો હતો વાયરલ
જામનગર (Jamnagar) સહિત રાજ્યની 6 જેટલી મેડિકલ કોલેજમાં બોન્ડેડ અને રેસિડેન્ટ તબીબો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઇને રાજ્ય સરકાર સમક્ષ આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે જુનિયર ડોક્ટરોનું આંદોલન નવમા દિવસમાં પ્રવેશ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવે છે, પરંતુ જુનિયર તબીબોની હડતાલના કારણે સારવાર લેવા આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ અંગે સરકાર દ્વારા કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
તો સાથે સાથે જે રીતે જુનિયર તબીબોની હડતાલના મામલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને ગઈકાલે રાજ્ય સરકાર સાથે જુનિયર તબીબોના ડેલિગેટ ની બેઠક બાદ ક્યાંક ને ક્યાંક રાજ્યસરકારનું જુનિયર ડોકટર્સ (Doctors) ની માંગણી પ્રત્યે સકારાત્મક વલણ જોવા મળતા આજથી જુનિયર ડોક્ટરો દ્વારા જામનગર (Jamnagar) માં પણ ઈમરજન્સી અને કોવિડ સેવાઓ ફરીથી કાર્યરત કરી છે. જોકે જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા લેખિત માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેમ જામનગર ખાતે જુનિયર ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube