Viral Audio: રક્ષાબંધન પહેલાં સાસરીયાના ત્રાસને લીધે મોતને વ્હાલુ કરનાર બહેને ભાઇને ફોન કરી વર્ણવી આપવીતી, સાંભળી આંખો થઇ જશે ભીની

આણંદના થામણાની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો છે.  સમગ્ર ઘટનામાં મૃતક પરિણીતાએ પોતાના ભાઈ સાથે કરેલી છેલ્લી વાતચીતનું રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે. જેમાં ભાઈ-બહેન વચ્ચેની છેલ્લી વાતચીત છે.

Viral Audio: રક્ષાબંધન પહેલાં સાસરીયાના ત્રાસને લીધે મોતને વ્હાલુ કરનાર બહેને ભાઇને ફોન કરી વર્ણવી આપવીતી, સાંભળી આંખો થઇ જશે ભીની

આણંદ: રાજ્ય (Gujarat) માં સતત આત્મહત્યા (Suicide) અને દહેજ જેવી ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે. ત્યારે આણંદ (Anand) નજીક થામણા (Thamana) પરણિતાએ ગામની સાસરિયાનાં ત્રાસથી આત્મહત્યા (Suicide) કરી લીધી છે. આણંદના થામણાની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો છે. આ ઘટનાને પગલે ઉમરેઠ (Umareth) પોલીસ મથકે પતિ અને સાસરિયા વિરુદ્ધ આત્મહત્યા (Suicide) ની દુષપ્રેરણાનો ગુનો નોંધાયો છે. તો આ સમગ્ર ઘટનામાં મૃતક પરિણીતાએ પોતાના ભાઈ સાથે કરેલી છેલ્લી વાતચીતનું રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે. જેમાં ભાઈ-બહેન વચ્ચેની છેલ્લી વાતચીત છે.

ગળે ફાંસો ખાઇને મોતને વ્હાલુ કરનાર બહેને તેના ભાઇને ફોન કરીને સાસરીયા દ્વારા ત્રાસ આપી રહ્યા હોવાની સમગ્ર આપવીતી વર્ણવી હતી. આ વાતચીતમાં ભાઇ બહેનના કહી રહ્યો છે કે હું એક વાગે આવી રહ્યો છું. તેમછતાં કંટાળીને પરણિતાએ ભાઇ પહોંચે તે પહેલા જ મોતને વ્હાલુ કરી દીધું હતું.  આ મામલે ઉમરેઠ પોલીસે (Police) મૃતક મહિલાના પતિ, સાસુ, સસરા વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ રીતે રક્ષા બંધન (Raksha Bandhan) ના તહેવાર પહેલા જ એક ભાઈએ તેની બહેન ગુમાવી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) August 11, 2021

રક્ષાબંધન પહેલાં બહેનની છેલ્લી વાત

બહેનઃ મારી વાત સાંભળ. તું શાંત થા. હું હમણાં એક વાગે નીકળું છું.

ભાઈઃ ક્યાં જાય છે?

બહેનઃ હું જ્યાં જઉં ત્યાં..

ભાઈઃ ક્યાંય જવાની જરૂર નથી. હું આવું છું પહેલાં અને તારે મારી જોડે આવવાનું છે.

બહેનઃ હું આવીને શું કરીશ? નહીં આવવા દે. પહેલાં જેમ કર્યું હતું એમ કરશે.

ભાઈઃ કશું જ નહીં હું સીધો વધાર પડતા લમણાઝીક કરશે તો હું પોલીસને લઈને આવીશ.

ભાઈઃ એમને આડું જ ફાટવું છે તો આડા ફટાવું એમ

બહેનઃ કાઠું છે બકા. બે વખત કર્યું પણ કશું થયું?

ભાઈઃ કશું નહીં આ ત્રીજી ફેર તો હું ઘાલી દઈશ. ત્રીજી ફેર હું નહીં છોડું સાંભળી લે. હવે નહીં છોડું. એમને એવું છે કે કોઈ નથી એમ પણ હું શાંત બેસી રહ્યો છું એનો મતલબ એવો થોડો છે એમનો કે કશું નહીં થાય એમ?

બહેનઃ મોટા ભાઈ ક્યાં છે?

ભાઈઃ હું મહિપાલ ભાઈને ફોન કરું છું પહેલાં અને પછી હું આવું છું. બરાબર છે?

બહેનઃ એમણે એવું કીધું તું કે 181ને ફોન કરજે

ભાઈઃ કોણે કહ્યું હતું?

બહેનઃ મોટા ભાઈએ

ભાઈઃ હા તો કરી દેવાનો.. કરી દે ભલે બધાને ઘાલી દે અંદર. મારી દે.. જો આવી રીતે હેરાન કરતા હોય ને તો ઘાલી જ દેવાના જો સાંભળી લે. કોઈ બહુ કશું હાડાબારી નહીં કરવાની. મા #### ## ગઈ એમની જિંદગી બગડે છે. બરાબર છે. એમની જ બગડે છે. બરાબર છે. એટલે કંઈ એ નહીં કશું એમને. બગાડી દેવાની. ભલેને બગડે. બગડે તો એનું જ બગડશે.

બહેનઃ હું મરી જઈશ ને ત્યાં સુધી નહીં છાલ છોડે એ માણસ મારો.

ભાઈઃ અરે હું..

બહેનઃ મને મરી જવા દે એવું કર

ભાઈઃ કશું જ કરવાની જરૂર નથી તું અહીં મારી જોડે આવતી રે. મને ભગવાન આપે છે સાંભળી લે. મને આપનારો બેઠો છે ઉપરવાળો. કોઈ કમી નહીં રાખે. સાંભળી લે હજુય કમી નહીં રાખે. બરાબર છે? હું આખી જિંદગી તને બેઠાં બેઠાં ખવડાવીશને તોય મને કોઈ કશું જ ફરક નથી પડવાનો એમ. 

ભાઈઃ કશું જ ફરક નહીં પડે. મને આલવા બેઠી છે મેલડી. બરાબર છે?

બહેનઃ હું દુનિયાના છેડે જઈશ ને તોય એ માણસ મને નહીં જીવવા દે. હું મરી જઈશ ને તે દાડે મારો છાલ છોડશે કે હાશ હવે ગઈ, હવે શાંતિ થઈ.

ભાઈઃ કશું જ નહીં, કશું નહીં પણ હું એમને એના પહેલાં તને મરતાં પહેલાં હું એમને મારી નાખીશ. તને મારતાં પહેલાં હું એમને બધી રીતે કંગાળ કરીને મૂકી દઈશ. તારે જોવું હોય ને તો જો હવે. તને એટલા માટે જ ના પાડી હતી વચ્ચે બી કે તું ના જઈશ. હું એમને ખબર પાડી દઉં.

બહેનઃ મેં વળી એમની દયા ખાધી અને છોકરાના લીધે હું આવી પાછી પછી એ લોકોને..

ભાઈઃ કશું જ દયા ના કરાય સાંભળી લે. કશું જ દયા ના કરાય. કશું જ દયા ના કરાય. બરાબર છે? એ તો હું આવું છું. બરાબર છે હું આવું છું. કોઈ દયા નથી કરવી હવે મેં બહુ સાંભળી લીધું. અત્યાર સુધી તેં પણ છોડ્યા બધી રીતે. 

બહેનઃ તું ના આવીશ તને ના તો પાડી. 

ભાઈઃ કશું જ નહીં. મારે કોઈ જ વસ્તુ સાંભળવી નથી. હું આવું છું. એમને જે કરવું હોય એ કરે હું આવીને બેસું છું. 

બહેનઃ મેં તને ના તો પાડી..

ભાઈઃ કશું જ નહીં. 

બહેનઃ તું માર ભાઈ નહીં?

ભાઈઃ બરાબર છે ને કશું જ કરવું નથી મારે. હું આવું છું. બરાબર, મને ફેંસલો જોઈએ આનો. હાથ ઉપાડવાનો એટલે દર વખતે. 

બહેનઃ મારી વાત સાંભળ. તું આવીને તારું કોઈ મતલબ નથી. તું ના આવીશ. ખોટા ઝઘડા થાય. ખોટું નામ..

ભાઈઃ ઝઘડો જ કરવો છે મારે હવે ઝઘડો જ કરવો છે. એમને.. એમને.. આ રીતે એટલે સમજે છે શું એમની જાતને?

બહેનઃ રહેવા દે

ભાઈઃ કશું જ નહીં, મારે કશું જ નહીં, હું આવું છું. બરાબર છે, હું પહોંચું છું કલાકમાં. 

ભાઈઃ એમને એકવાર જતા કર્યા, બે વાર જતા કર્યા એટલે શું એ એમની જાતને એવા દાદા સમજે છે?

બહેનઃ મમ્મીને કે ફોન ના કરે. બાપા શું કરવા એ સાંભળતી નથી એકવાર કહી દઉં. આ ભઈને માર માર કરે છે. ફોન ના કે, એમને ફોન ના કરે.

ભાઈઃ કોનામાં મારે છે?

બહેનઃ આ ભાઈના બેયાંમના મારે છે ફોન. એને કેને બેસી રહે શાંતિથી. 

ભાઈઃ હું કરું છું ફોન હેંડ

બહેનઃ મૂક હેંડ

ભાઈઃ હું આવું છું અને

બહેનઃ તને ના કહું છું નહીં સાંભળ્યું તેં?

ભાઈઃ હું આવવાનો જ. આ વખતે હું આવવાનો જ. હવે તું કહીશ કે નહીં કહે. હવે લિમિટ ક્રોસ થઈ ગઈ છે બરાબર છે. હું નહીં છોડું એમને. એકેયને નહીં છોડું સાંભળી લે. તું છોડી દઈશ પણ હું નહીં છોડું આ વખતે. તને ચોખ્ખું કહી દઉં. આ વખતે હું દયા નહીં ખઉં. બરાબર દર ફેરી દયા ખાતો હતો. આ વખતે રૂપિયા નાખવાના થશે તો મા #### ## ગયા રૂપિયા નાખીશ. પણ હવે નહીં છોડું, હવે ઘલાવી દઈશ. હવે એમને હું ઘાલી જ દઈશ. ચોખ્ખું કહું છું હવે હું ઘાલી દઈશ જેલમાં જ એમને. હવે નહીં છોડું. હવે એમને વળતા વાયરા બધા વાઈ દઉં છું જો તું. એમના રડતા ના કરી દઉં ને આખી જિંદગી.. તો આ જેટલું ભેગું કર્યું છે ને એ બધું કઢાઈ નાખું, ઓકાઈ નાખીશ એમ.

બહેનઃ ક્યાં છે તું? 

ભાઈઃ આવું છું દરખંડા જ છું દૂર નથી હું. મારે આવતાં વાર નહીં લાગે.

બહેનઃ તું બેસ શાંતિથી. 

ભાઈઃ કશું જ નહીં મારે નથી સાંભળવું જો સાંભળી લે. મેં એમને, હું શાંતિથી એટલા માટે અત્યાર સુધી બેસી રહ્યો છું કે ચલો ભઈ કંઈક ઘર થશે, ઘર થશે, ઘર થશે, પણ એમને કોઈ જ ઘરની પડેલી નથી. તો પછી હું કંઈ.. સાંભળી લે.. બે નાળી છે. એકવાર સહન કર્યું, બે વાર સહન કર્યું. મહિનામાં દસ વાર સહન નથી કરી શકતો. એના કરતાં બેટર છે કે એ એમ કહે છે કે ભાગી જ્યા. તો તમારી મા #### ## માટે મારી હતી તમે? અરે હું આવું તો એમને જવાબ મળે. એ ગાળો શું બોલે? એમને શું ગાળો ખબર પડે, હું ગાળો બોલું છું, કેવી ગાળો સંભળાય છે એમને. ## રેલા આવશે એમને હું બોલવા બેસીશ એ ટાઈમે તો. એમના ધુમાડા ધુમાડા વછોડી નાખીશ હું. એ શું સમજે છે મને? હું આવું જ છું. આ વખતે નહીં છોડું એમને. કારણ કે એકવાર જતા કર્યા, બીજી વાર નહીં, હું નહીં કરું હવે. હવે નહીં કરું. હવે કોઈ લેટ ગો નહીં. હવે એમ કહેશે ને કે આખા ગામમાં મારી વાતો થાય. ગામની અંદર નહીં, આખા ગામની #### ## હું બેસી જઈશ. ત્યાં સુધી હું નહીં છોડું હવે એમને. હવે હું નહીં છોડું. કારણ કે હદની લિમિટની બહાર જતા રહ્યા છે. એટલે લિમિટ એમણે ક્રોસ કરી છે, હું ક્રોસ પુરી કરીશ.

બહેનઃ તું પહેલા મગજ શાંત કર. બસ હવે. ટાઢો થા.

ભાઈઃ કશું જ ટાઢો નહીં, હું આવવાનો.. આજે નહીં છોડું. હું કહું છું ને આજે હું કોઈ બી હાલતની અંદર એમને નહીં છોડું. અને એ એમ જાણે છે ને કે કશું નહીં કરે તો કોઈ કશું નહીં કરે નહીં ઘાલી દેશે બંબુ ખબર બી નહીં પડે. 

બહેનઃ રડે છે, ડુસકાં ભરે છે

ભાઈઃ હજુ એમને ક્યાં ખબર છે. આવું છું એ તો હું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news