ઓપરેશન ‘રેડ હેન્ડ’ બનાવીને જામનગર પોલીસે જયેશ પટેલના સાગરીતોને કોલકાત્તાથી દબોચ્યા
કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોને પકડવા માટે જામનગર પોલીસનું ઓપરેશન ‘રેડ હેન્ડ’
એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમનું સંયુક્ત ઓપરેશન: બે દિવસ કોલકાત્તામાં ધામા
સ્થાનિક પોલીસની મદદ વગર મુસ્લિમ વેશ ધારણ કરી ત્રણેય આરોપીઓને આબાદ ઝડપી લીધા
મુસ્તાક દલ/જામનગર :જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા નિપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ લંડનથી પકડાઈ ગયો છે. તો સાથે જ તેના ત્રણ સાગરિતોને કોલકત્તામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાગરિતોને પકડવા માટે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ પેરોલ ફર્લો ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક પોલીસની મદદ વિના બે દિવસ માટે કોલકાત્તામાં ધામા નાંખી બંને ટીમોએ સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું.
ઓપરેશન રેડ હેન્ડ નામ આપ્યું હતું
લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ પેરોલ ફર્લો ટીમને સાગરીતોને પકડવા માટે મુસ્લિમ વિસ્તારમાં વસવાટ કરવો પડ્યો હતો. એટલુ જ નહિ, મુસ્લિમનો વેશ ધારણ કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. જે ઓપરેશનને "ઓપરેશન રેડ હેન્ડ" નામ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ત્રણેય સાગરીતોને ઝડપી પાડયા હતા.
આ પણ વાંચો : જામનગરનો માથાભારે ડોન જયેશ પટેલ લંડનથી પકડાયો, ગુજરાતી પરિવારમાં છુપાઈને રહેતો હતો
જયેશ પટેલના સાગરીતોને પકડવા મુસ્લિમ વેશ ધારણ કર્યો હતો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પીએસઆઈ આર.બી. ગોજીયા તેમજ જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડે ટીમના પીએસઆઈ એ.એસ.ગરચર ઉપરાંત એલસીબી અને પેરોલ ફર્લોની ટીમે સમગ્ર ઓપરેશન ગુપ્ત રાખ્યું હતું. અને ઓપરેશનનું નામ "રેડ હેન્ડ' રાખવામાં આવ્યું હતું. જે હેઠળ તમામ ટુકડીએ કોલકાત્તામાં ચોક્કસ બાતમીના આધારે મુસ્લિમ વિસ્તારમાં ધામા નાખ્યા હતા, અને મુસ્લિમ નો વેશ ધારણ કરી ઊંડાણપૂર્વકની તપાસના અંતે ત્રણેય આરોપીઓ દિલીપ ઠક્કર, હાર્દિક ઠક્કર અને જયંત ગઢવીને પકડી પાડયા હતા. ત્રણેયને જામનગર લઈ આવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના માથાભારે અને માફિયા કહેવાતા જયેશ પટેલ (Jayesh Patel) ની લંડનથી ધરપકડ કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ, જયેશ પટેલના ત્રણ સાગરિતો કોલકાત્તાથી પકડાયા છે. જયેશ પટેલના સાગરિતો હાર્દિક અને દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની કોલકાત્તાથી ધરપકડ કરવામાં આવી છે. જામનગર પોલીસને વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. જેમાં કોલકાત્તાથી જયેશ પટેલના મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો :અમદાવાદમાં કોરોનાનું ગંભીર સ્વરૂપ, આવતીકાલથી તમામ બાગ-બગીચા બંધ
જયેશ પટેલના સાગરિતો મુખ્ય ટાર્ગેટ પર
જયેશ પટેલ સહિત 14 લોકો સામે જામનગર પોલીસે તાજેતરમાં ગુજસીટોકની ફરિયાદ નોંધી હતી. જામનગરના કુખ્યાત ડોન જયેશ પટેલની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, હત્યા, જમીન પચાવવી સહિતના ગંભીર ગુનાઓ નોધાયેલા છે. જામનગર પોલીસ વડા દિપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ગુજસીટોકની ફરિયાદ નોંધાયા બાદ ગુજરાત પોલીસે ઓપરેશન જામનગર શરૂ કર્યું હતું. જેમાં પોલીસે જયેશ પટેલના સાગરિતોની પકડી પાડવાનું ઓપરેશન હાથ ધર્યુ હતું. આ પહેલા ગત ઓક્ટોબર મહિનામાં ગુજરાત ATS અને જામનગર SOG એ સંયુક્ત ઓપરેશન કરી રજાક ઉર્ફે રજાક સોપારી ચાવડાની અટકાયત કરી હતી.
આ પણ વાંચો :શું કોરોના માત્ર રાત્રે 2 કલાકમાં જ ફેલાય છે? રાજકોટવાસીઓનો સરકારને સીધો સવાલ
જયેશ પટેલના સામ્રાજ્યને ખતમ કરવા ટીમ કામે લાગી
મહત્વની વાત તો છે કે, જયેશ પટેલના ગુનાહિત સામ્રાજ્યને પૂરું કરવા સ્પેશ્યલ ટિમ કામે લાગી ગઈ છે. જેમાં ATS પણ અમદાવાદમાં બેસીને તેના એક બાદ એક સાગરીતને પકડી કાર્યવાહી કરી રહી છે. જયેશ પટેલ જે રીતે જામનગરમાં પોતાનો પગ પેસારો કરી રહ્યો હતો તેને પૂરું કરવા અને શહેરીજનોને ભય મુક્ત કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોરોનાની ત્રીજી લહેરમાં અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ફૂલ થવા લાગ્યા, તંત્રનું ટેન્શન વધ્યું
ગુજરાતી પરિવારમાં છુપાઈને બેસ્યો હતો જયેશ પટેલ
સૌરાષ્ટ્ર અને જામનગરના કુખ્યાત જયેશ પટેલ વિદેશમાં ઝડપાયો છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરનો કુખ્યાત ડોન જયેશ પટેલ બ્રિટનના એક ગુજરાતી પરિવારમાં છુપાઈને રહેતો હતો. જયેશ પટેલ એક ગુજરાતીના ઘરમાં છુપાયેલો હતો તેની માહિતી બ્રિટન પોલીસને સ્થાનિક ગુજરાતીઓએ આપી હતી. ત્યારે બ્રિટન પોલીસે ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરીને તેની ખાતરી કરી હતી. ત્યાર બાદ ગુજરાત પોલીસને આ વિશે જાણ કરાઈ હતી. ગુજરાત પોલીસ અને બ્રિટન પોલીસે કુખ્યાત જયેશ પટેલને ભારત લાવવા માટેના કાયદાકીય પ્રયાસો શરૂ કર્યા છે. કુખ્યાત જયેશ પટેલ ઉપર ગુજસીટોક સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
બીજી તરફ લંડનમાં જયેશ પટેલની ધરપકડ મામલામાં ગૃહ વિભાગ કેન્દ્રીય વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલય આ અંગે યુકે સરકાર પાસેથી વિગતો મેળવશે. કેન્દ્રીય વિદેશ મંત્રાલય ધરપકડને લઈ વિગતો લઈ ગુજરાતના ગૃહ વિભાગને મોકલશે. વિદેશ મંત્રાલયના કન્ફર્મેશન અને વિગતો મેળવ્યા બાદ ઓફિશિયલ જાહેરાત થશે.