મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં માનવતાનો અનેરો કિસ્સો જોવા મળ્યો છે. લોકો પોતાના જીવનમાં દાન કરતાં ખટકાટ અનુભવતા હોય છે, ત્યારે જામનગરના ફલિયા પરિવારે અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માનવતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અંગદાન એ મહાદાન છે અને એ જ મહાદાન જામનગરના ફલિયા પરિવારે પોતાના વાલસોયા પુત્ર નીરજ ફલિયાનું હાર્ટ, કિડની, લીવર અને નેત્ર દાન કરવાનો મહત્વ નો નિર્ણય કર્યો, અને આ અંગદાન થકી ચાર થી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ જામનગરનો અને સુરતમાં કાર અકસ્માતમાં બ્રેનડેડ થયેલા જામનગરના વતની નીરજ વિનોદભાઈ ફલિયાના હૃદય, બે આંખ,બે કિડની,લીવર સહિતના અંગોનું દાન કરવાનું નક્કી કરીને પરિવાર દ્વારા ચાર થી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી જામનગર ના ફલિયા પરિવારે માનવતા મહેકાવી છે.



જામનગરમાં મોડી રાત્રે ગ્રીન કોરીડોરની મદદથી યુવાનનું હૃદય 280 કિ.મી. દૂર અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્ટ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું . તેમજ બન્ને કિડની અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. જ્યારે જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને નેત્રદાન કરવામાં આવનાર છે. આ યુવાનના અવયવો તેના પરિવારના સભ્યો દ્વારા ડોનેટ કરવાનું જાહેર કરતા અમદાવાદથી  ડોનેટ લાઈફની 25 ડોક્ટરોની ટીમ એરક્રાફ્ટ દ્વારા ગુરુવારે મોડી રાત્રે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે  આવી યુવક નીરજ ફલિયા ના જીવંત અવયવો જેમકે, હાર્ટ, બંને કિડની, લીવર અને નેત્ર અંગે ખાસ ઓપરેશન હાથ ધરી સવાર સુધીમાં જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામાં આવ્યું.  


આ સંપૂર્ણ ઓપરેશન ગ્રીન ચેનલ હેઠળ કરવામાં આવ્યું અને જામનગર વહીવટ અધિકારીઓની ટીમ દ્વારા ખાસ ઓપરેશન ને ધ્યાને લઈ જામનગર એરપોર્ટ થી જી.જી.હોસ્પિટલ અને હોસ્પિટલ થી એરપોર્ટ સુધી નો કોન – વે કોરિડોર નક્કી કર્યુ હતું. ઓપરેશન બાદ તાત્કાલિક યુવાનના હાર્ટ ને એર એમ્બ્યુલન્સની મદદથી અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલ લઈ જવાયું અને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું.  તેમજ કિડની અને લીવર અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. જ્યારે યુવાનની આંખો જામનગર ની જી.જી.હોસ્પિટલની આઇબેંકમાં આપવામાં આવી હતી. 



નોકરી અર્થે સુરત ખાતે રહેતો 27 વર્ષીય નીરજ વિનોદભાઈ ફલિયા સુરત ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. નીરજ બે બહેનોનો વ્હાલસોયો એકનો એક ભાઈ હતો. જે ગત તા.31ના સોમવારના રોજ ઘરેથી પોતાની કારમાં નીકળ્યો ત્યારે સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જાતા નીરજ ઘટના સ્થળે ખૂબજ ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા નીરજને સુરતની હોસ્પિટલમાં સારવાર બાદ જામનગર ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાર બાદ વધુ તબિયત લથડતા જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ બ્રેનડેડ જાહેર કર્યો હતો.  નીરજના માતા-પિતા અને પરિવારને ઓર્ગન ડોનેશન અંગે સમજાવટ અને માહિતી આપી હતી.જામનગરના ફલિયા પરિવારનો આ હિંમત સાથે પ્રેણદાયી નિર્ણય સાબિત થયું છે. જામનગરમાં પણ આ સૌપ્રથમ કિસ્સો જોવા મળ્યો છે....


ગુજરાતના વધુ સમાચાર વાંચવા કરો ક્લિક...