જામનગરથી આવ્યા ભયાવહ દ્રશ્યો, રંગમતી નદીના પાણીમાં સમાયુ ખોડિયાર માતાજીનું મંદિર
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે NDRF ની ટીમો તૈનાત કરી દેવાઈ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, દિવ અને રાજકોટમાં ટીમો તૈનાત કરાઈ છે. NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે જામનગરમાં ભારે વરસાદ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યાં છે.
મુસ્તાક દલ/જામનગર :સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે NDRF ની ટીમો તૈનાત કરી દેવાઈ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, દિવ અને રાજકોટમાં ટીમો તૈનાત કરાઈ છે. NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે જામનગરમાં ભારે વરસાદ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યાં છે.
રંગમતી નદીના પાણીથી ખોડિયાર માતાનું મંદિર ડૂબ્યૂ
જામનગર નજીક દરેડ ગામે રંગમતી નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. રંગમતી ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા રંગમતી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહ આગળ વધી રહ્યા છે. જેથી રંગમતી ડેમ નીચેના વિસ્તારોને એલર્ટ કરાયા છે. જોકે, અનેક વિસ્તારો ડૂબાણમાં જતા લોકો પર સંકટ આવી ચઢ્યુ છે.
જામનગરમાં વીજળી પડી
તો બીજી તરફ, જામનગરમાં વરસાદી વીજળી પડવાનો નજારો CCTV કેમેરામાં કેદ થયો છે. જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં વીજળી પડવાની ઘટના બની હતી. બેડ ટોલનાકાના CCTV માં અદભૂત નજારો કેદ થયો છે. જામનગર નજીક વીજળી પડવાની ગઈકાલ બપોરની ઘટના બની હતી.
જામનગ શહેરની શાન સમાન લાખોટા તળાવમાં પાણીની ભારે આવક થઈ છે. લખોટા તળાવમાં પાણીની ભારે આવક થતા તળાવ છલકાવાની તૈયારીમાં આવી ગયુ છે. ઉપરવાસના વરસાદના પગલે લાખોટા તળાવમાં પાણીની ભારે આવક ચાલુ જ છે. જામનગર શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.