મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં ઠેરઠેર દિવાલો પર હિન્દુ દેવી-દેવતાઓના અપમાન થતી ફોટો ટાઇલ્સ લગાવવામાં આવી હતી. ત્યારે હિન્દુ સેના દ્વારા આ ટાઈલ્સને દૂર કરવા સૂચના અપાઈ છે. જાનગરના કે.વી.રોડ પરના કોમ્પ્લેક્સ અને અન્ય સ્થળો પર ફોટા ટાઇલ્સ દૂર કરવા જાણ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમા કોમ્પ્લેક્સ, ઓફિસોની દીવાલો પર દેવી દેવતાઓના ફોટોની ટાઈલ્સ લગાવવામાં આવી છે. ડીએસપી બંગલા સામે, હિન્દુ અપંગ આશ્રમ પાછળની દીવાલો, પવનચક્કી વિસ્તાર તેમજ અન્ય જગ્યાઓ પર પણ ઠેરઠેર આવી ટાઈલ્સ લગાવવામાં આવી છે. ત્યારે ધર્મનું અપમાન કરનારાઓ સામે હિન્દુ સેનાએ મોરચો માંડ્યો હતો. આ ફોટો ટાઈલ્સને તમામ સ્થળો પરથી દૂર કરવા સૂચના અપાઈ છે. તેમજ ધર્મનું અપમાન કરનારાઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રસ્તા પરથી આ રીતે દેવી દેવતાના ફોટાઓ ઉતારી લેવા લોકોને ચેતવ્યા હતા.


હિન્દુ સૈનિકોએ કહ્યુ હતું કે, તેઓ જાતે આ ફોટા, ટાઇલ્સ ઉતારી નાંખશે અને હિન્દુ ધર્મના થતા અપમાનને સહન નહિ કરે. આ અભિયાન સમગ્ર જુલાઈ માસ દરમિયાન ચાલશે. જામનગરમાંથી સંપૂર્ણ જગ્યાઓ પરથી ધર્મને બદનામ કરતા ફોટા, ટાઇલ્સ જાતે હટાવશે. દર બે દિવસે હિન્દુ સેનાના સૈનિકો એકત્રિત થઈ આ કાર્ય કરશે.