VIDEO: જામનગરમાં સાંસદ પૂનમ માડમ બગડ્યા, CMની સામે જ ક્લેક્ટરનો લીધો ઉધડો, જાણો વિગતે
CMની ઉપસ્થિતિમાં જ સાંસદ પૂનમ માડમે કલેક્ટરનો ઉધડો લઇ લીધો હતો. ચાલુ કાર્યક્રમે જ સ્ટેજ પર ત્રણ મંત્રીઓ સિવાય અન્ય મહેમાનોનું સ્વાગત ન કરતા સાંસદ પૂનમ માડમે કલેક્ટરને ખખડાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગર: જામનગરના ધ્રોલ તાલુકાના માવાપર ગામે રૂ. 3116 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટી કલ્ચર ક્રોપનું ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમ માડમનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. પૂનમ માડમે જાહેર સ્ટેજ પરથી જામનગરના કલેક્ટરનો ઉધડો લઇ લીધો હતો.
રાજ્યમાં બાગાયતી પાકોની વેલ્યુચેઈન ઊભી કરી ખેડૂતોની આવક વધારવાની નેમ સાથે અમદાવાદ, જામનગર અને ખેડામાં નિર્માણ થનાર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલમાં નિર્માણ થનાર પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઈ-ખાતમુહૂર્ત જામનગરના ધ્રોલ ખાતેથી કરવામાં આવ્યું હતું. જામનગરમાં સાંસદ પૂનમ માડમે જામનગરના કલેક્ટરનો ઉધડો લઇ લીધો હોવાની ઘટના સામે આવી છે.
CMની ઉપસ્થિતિમાં જ સાંસદ પૂનમ માડમે કલેક્ટરનો ઉધડો લઇ લીધો હતો. ચાલુ કાર્યક્રમે જ સ્ટેજ પર ત્રણ મંત્રીઓ સિવાય અન્ય મહેમાનોનું સ્વાગત ન કરતા સાંસદ પૂનમ માડમે કલેક્ટરને ખખડાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ મંત્રીઓ સિવાય કોઈનું સ્વાગત ન કરાતા સાંસદ વિફર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube