ઝી બ્યુરો/જામનગર: ગુજરાતની હૉસ્પિટલમાં વાહનો છેક અંદર સુધી ઘુસી જતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જી હાં... સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પિટલમાં ઓપીડી વિભાગ સુધી રિક્ષા ઘુસાડવામાં આવી હતી. રિક્ષા છેક અંદર સુધી આવી જતાં દર્દીઓ ચિંતામાં આવી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?


જામનગરની જી.જી હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો જોઇને તમામ લોકો સ્તબ્ધ રહી ગયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે એક રીક્ષાચાલક રીક્ષા સાથે હોસ્પિટલની અંદર છેક કેસ કઢાવવાની બારી સુધી પહોંચી જાય છે. કેસ બારી સુધી રીક્ષા દોડાવતા દર્દીઓ અને તેના પરિજનોમાં ભાગદોડ મચાવી દીધી હતી.


NDA સરકાર: ગુજરાતમાંથી કોણ થશે IN, કોણ થશે OUT? આ નેતાઓના તો નસીબ ખરાબ


સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પિટલની ઓપીડી સુધી રીક્ષા પહોંચી જવાની આ ઘટના ખુબ જ ગંભીર છે. સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલ ઉભો કરી રહી છે. હાલ પોલીસે આ ઘટનામાં રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.


8મા પગાર પંચને લઈને સારા સમાચાર!  કેન્દ્રીય કર્મચારીઓની આ માંગ થઈ શકે છે પૂરી


તો ગયા મહિને આવી ઘટના ગોંડલ સિવિલ હૉસ્પિટલમાં બની હતી. દર્દીના સંબંધી તેમને લઈને ઈમરજન્સી વિભાગમાં બાઈક સાથે પહોંચી ગયા હતા. બાઈક લઈને ઈમરજન્સી વિભાગમાં વ્યક્તિ ઘુસી જતા અફરાતફરી મચી હતી.


બધાનો બાપ નીકળ્યો NOTA : ગુજરાતમાં તો છોડો, આ રાજ્યોમાં કચકચાવીને નોટાને વોટ મળ્યાં