8મા પગાર પંચને લઈને સારા સમાચાર! કેન્દ્રીય કર્મચારીઓની આ માંગ થઈ શકે છે પૂરી, શું બદલાશે સરકારનો મૂડ?

8th Pay Commission: સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે નવી સરકાર હવે આઠમાં પગાર પંચને લઈને ચર્ચા શરૂ કરી શકે છે. પરંતુ તેની કોઈ ટાઈમલાઈન નથી. જલ્દી તેના પર ચર્ચા-વિચારણા શરૂ કરી શકાય છે.

8મા પગાર પંચને લઈને સારા સમાચાર!  કેન્દ્રીય કર્મચારીઓની આ માંગ થઈ શકે છે પૂરી, શું બદલાશે સરકારનો મૂડ?

8th Pay Commission: કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનવા જઈ રહી છે. નવી સરકાર પાસે નવી આશાઓ હશે. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકારનો મૂડ બદલાશે અને કર્મચારીઓ પર મહેરબાન થશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે નવી સરકાર હવે આઠમાં પગાર પંચને લઈને ચર્ચા શરૂ કરી શકે છે. પરંતુ તેની કોઈ ટાઈમલાઈન નથી. પરંતુ જલ્દી તેના પર ચર્ચા-વિચારણા કરવામાં આવી શકે છે. આશા છે કે આગામી વર્ષ સુધી મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી શકે છે.

8th Pay Commission: આગામી પગાર પંચની તૈયારી
કેન્દ્રીય કર્મચારીઓના મિનિમમ પગારમાં વધારો થઈ શકે છે. આગામી વર્ષે આ ભેટ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને આપી શકે છે. અત્યાર સુધી ચર્ચા હતી કે આઠમું પગાર પંચ આવશે નહીં. પંતુ હવે આશા છે કે આગામી પગાર પંચની તૈયારી શરૂ થશે. પરંતુ સરકારે હજુ સુધી તેના પર કોઈ સહમતિ વ્યક્ત કરી નથી કે તે આગામી પગાર પંચ લાવશે. સરકારી સૂત્ર જણાવે છે કે નવી સરકારમાં નવી રીતે તેના પર ચર્ચા શરૂ થશે. ચોમાસા સત્રમાં પણ તેના પર ચર્ચા સંભવ છે. કર્મચારીની સતત માંગ આવ્યા બાદ આગામી પગાર પંચ પર ચર્ચા સંભવ છે. 

8th Pay Commission: પગારમાં થશે મોટો વધારો
સૂત્રો પ્રમાણે આઠમું પગાર પંચ આવે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે. સૂત્ર તે પણ જણાવે છે કે અત્યારે નવા પગારપંચમાં શું આવશે અને શું નહીં તે કહેવું મુશ્કેલ છે. સવાલ તે પણ છે કે તેને લઈને શું કોઈ પ્લાનિંગ કમિશન બનશે કે પછી આ જવાબદારી નાણા મંત્રાલય નિભાવશે. આશા છે કે આગામી બે મહિનામાં કમિટીની રચના કરી શકાય છે. ત્યારબાદ કર્મચારીઓના પગારમાં ઈન્ક્રીમેન્ટની ફોર્મ્યુલાને લઈને કંઈ નક્કી થઈ શકે છે.

સૂત્રો પ્રમાણે આઠમાં પગાર પંચની રચના 2025માં થવી જોઈએ. તો તેને એક વર્ષની અંદર લાગૂ કરી શકાય છે. એક્સપર્ટ પ્રમાણે આમ થવા પર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની આશા છે. સાતમાં પગાર પંચના મુકાબલે આઠમાં પગાર પંચમાં ઘણા ફેરફાર સંભવ છે. ફિટમેન્ટ ફેક્ટરને લઈને પણ કેટલાક ફેરફાર થઈ શકે છે. નોંધનીય છે કે અત્યાર સુધી સરકાર 10 વર્ષમાં એક વખત પગાર પંચની રચના કરતી હતી.

8th Pay Commission: કેટલો વધશે પગાર?
7th Pay Commission ના મુકાબલે આઠમાં પગાર પંચમાં બધુ બરાબર રહ્યું તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની સંભાવના છે. કર્મચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર વધી 3.68 ગણું પહોંચી જશે. સાથે ફોર્મ્યુલા ગમે તે હોય, કર્મચારીઓના બેસિક પગારમાં 44.44%  નો વધારો થઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news