• જયેશ પટેલના સાગરિતો હાર્દિક અને દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની કોલકાત્તાથી ધરપકડ કરવામાં આવી

  • જયેશ પટેલ સહિત 14 લોકો સામે જામનગર પોલીસે તાજેતરમાં ગુજસીટોકની ફરિયાદ નોંધી હતી


ઉદય રંજન/અમદાવાદ :જામનગરના માથાભારે અને માફિયા કહેવાતા જયેશ પટેલ (Jayesh Patel) ની લંડનથી ધરપકડ કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ, જયેશ પટેલના ત્રણ સાગરિતો કોલકાત્તાથી પકડાયા છે. જયેશ પટેલના સાગરિતો હાર્દિક અને દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની કોલકાત્તાથી ધરપકડ કરવામાં આવી છે. જામનગર પોલીસને વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. જેમાં કોલકાત્તાથી જયેશ પટેલના મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા છે. ત્યારે કહેવાય છે કે, ડીએસપી દીપેન ભદ્રનની મહેનત રંગ લાવી છે. છેલ્લા આઠ મહિનાથી દીપન ભદ્રનની મહેનત બાદ લંડનમાં છુપાઈને બેસેલ જયેશ પટેલ આખરે પોલીસ પકડમાં આવ્યો છે. ધારાશાસ્ત્રી કિરીટ જોશીની હત્યા બાદ જામનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, આખરે આ મહેનત રંગ લાવી છે.


આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરમાં અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ફૂલ થવા લાગ્યા, તંત્રનું ટેન્શન વધ્યું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયેશ પટેલના સાગરિતો મુખ્ય ટાર્ગેટ પર
જયેશ પટેલ સહિત 14 લોકો સામે જામનગર પોલીસે તાજેતરમાં ગુજસીટોકની ફરિયાદ નોંધી હતી. જામનગરના કુખ્યાત ડોન જયેશ પટેલની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, હત્યા, જમીન પચાવવી સહિતના ગંભીર ગુનાઓ નોધાયેલા છે. જામનગર પોલીસ વડા દિપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ગુજસીટોકની ફરિયાદ નોંધાયા બાદ ગુજરાત પોલીસે ઓપરેશન જામનગર શરૂ કર્યું હતું. જેમાં પોલીસે જયેશ પટેલના સાગરિતોની પકડી પાડવાનું ઓપરેશન હાથ ધર્યુ હતું. આ પહેલા ગત ઓક્ટોબર મહિનામાં ગુજરાત ATS અને જામનગર SOG એ સંયુક્ત ઓપરેશન કરી રજાક ઉર્ફે રજાક સોપારી ચાવડાની અટકાયત કરી હતી. 


ગુજરાતી પરિવારમાં છુપાઈને બેસ્યો હતો જયેશ પટેલ 
સૌરાષ્ટ્ર અને જામનગરના કુખ્યાત જયેશ પટેલ વિદેશમાં ઝડપાયો છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરનો કુખ્યાત ડોન જયેશ પટેલ બ્રિટનના એક ગુજરાતી પરિવારમાં છુપાઈને રહેતો હતો. જયેશ પટેલ એક ગુજરાતીના ઘરમાં છુપાયેલો હતો તેની માહિતી બ્રિટન પોલીસને સ્થાનિક ગુજરાતીઓએ આપી હતી. ત્યારે બ્રિટન પોલીસે ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરીને તેની ખાતરી કરી હતી. ત્યાર બાદ ગુજરાત પોલીસને આ વિશે જાણ કરાઈ હતી. ગુજરાત પોલીસ અને બ્રિટન પોલીસે કુખ્યાત જયેશ પટેલને ભારત લાવવા માટેના કાયદાકીય પ્રયાસો શરૂ કર્યા છે. કુખ્યાત જયેશ પટેલ ઉપર ગુજસીટોક સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.


આ પણ વાંચો : ‘લોકડાઉન પાર્ટ 2, ટ્રેલર સ્ટાર્ટ ટુડે...’ સુરત પોલીસના નામે ફેક લેટર ફરતો થયો



જયેશ પટેલના સામ્રાજ્યને ખતમ કરવા ટીમ કામે લાગી 
મહત્વની વાત તો છે કે, જયેશ પટેલના ગુનાહિત સામ્રાજ્યને પૂરું કરવા સ્પેશ્યલ ટિમ કામે લાગી ગઈ છે. જેમાં ATS પણ અમદાવાદમાં બેસીને તેના એક બાદ એક સાગરીતને પકડી કાર્યવાહી કરી રહી છે. જયેશ પટેલ જે રીતે જામનગરમાં પોતાનો પગ પેસારો કરી રહ્યો હતો તેને પૂરું કરવા અને શહેરીજનોને ભય મુક્ત કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.