જામનગર: સરકાર વિરોધી કોંગ્રેસના કાર્યક્રમમાં ધક્કામુક્કી, કાલાવડના ધારાસભ્ય ઇજાગ્રસ્ત
જામનગરમાં (Jamnagar) કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સરકારના 5 વર્ષ પુરા થયાની ઉજવણી સામે વિરોધ (Protest) નોંધાવ્યો છે. જેને લઇને શહેરના લાલબંગલા સર્કલ પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ (Congress Protest) પ્રદર્શન કરાયું હતું
મુસ્તાક દલ/ જામનગર: જામનગરમાં (Jamnagar) કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સરકારના 5 વર્ષ પુરા થયાની ઉજવણી સામે વિરોધ (Protest) નોંધાવ્યો છે. જેને લઇને શહેરના લાલબંગલા સર્કલ પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ (Congress Protest) પ્રદર્શન કરાયું હતું. દરમિયાન પોલીસ (Jamnagar Police) દ્વારા વિરોધ કરી રહેલા અનેક કોંગ્રેસ કાર્યકરોની (Congress Activists) અટકાયત કરાઈ હતી. જો કે, કોંગ્રેસ કાર્યક્રમમાં અચાનક ધક્કામુક્કી થતા કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) ઇજાગ્રસ્ત થયા હતા.
જામનગરના (Jamnagar) લાલબંગલા સર્કલ નજીક આજે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા રૂપાણી સરકારના (Rupani Government) 5 વર્ષ પુરા થયાની ઉજવણી સામે વિરોધ (Congress Protest) પ્રદર્શન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ મુખ્ય રોડ પર ભાજપ સરકાર (BJP Government) વિરોધના પોસ્ટર સાથે સરકાર સામે નારા લગાવ્યા હતાં. દરમિયાન કોંગ્રેસ કાર્યક્રમમાં અચાનક ધક્કામુક્કી થતા કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) પ્રવિણભાઈ મુસડીયા ઇજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો:- પેટ્રોલ અને દૂધમાં ભાવ વધારા બાદ હવે ફ્રૂટ પણ થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો
કોંગ્રેસના કાર્યક્રમમાં ઇજાગ્રસ્ત થયેલા ધારાસભ્ય (MLA) પ્રવિણભાઈને 108 થી જીજી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ ધક્કામુક્કી દરમિયાન જામનગર પોલીસના (Jamnagar Police) એક પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી હતી. ત્યારે સરકાર વિરોધી કાર્યક્રમ કરી રહેલા કોંગ્રેસના અનેક કાર્યકરોની જામનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube