Gujarat Cyclone Latest Update : જામનગરના ધારાસભ્ય અને ફેમસ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમની સ્ટાઈલથી લઈને તેમની કામગીરીની ચર્ચા થતી રહે છે. પરંતું ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડામાં રીવાબા જાડેજા ટ્રોલ થયા હતા. ભાજપ સંગઠન વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની મદદે આવ્યું છે. અનેક નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો આફતના સમયે મદદમાં ઉતર્યા હતા. તેઓએ બચાવ કામગીરીમાં જોડાઈને અસરગ્રસ્તોની મદદ કરી. આવામાં મદદ કરીને પણ રીવાબા જાડેજા ચર્ચામાં આવ્યા. મહાઆફત સમયે પણ રીવાબા જાડેજા પોતાનું બ્રાન્ડિંગ કરવાનું ચૂક્યા ન હતા. તેઓએ ફૂડ પેકેટ પર પોતાનો ફોટો છપાવ્યો હતો. ત્યારે કપરા સમયે પણ નેતાઓ પોતાનો પ્રચાર કરવાનુ છોડતા નથી તેવી ચર્ચા ઉઠી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફતના સમયે લોકોની મદદ કરવાની હોય, મદદના બહાને પ્રચાર ન કરવાનો હોય. એક તરફ આખું ગુજરાત કુદરતના સંકટનો સામનો કરી રહ્યુ હતુ, ત્યારે ભાજપના ધારાસભ્ય પોતાનો પ્રચાર કરી રહ્યા હતા. રીવાબા જાડેજાએ અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ બનાવીને વહેંચ્યા હતા. પરંતુ આવા સમયે પણ તેઓ પોતાનું બ્રાન્ડિંગ કરવાનું ભૂલ્યા ન હતા. 


વાવાઝોડાના સંકટથી બચેલા દ્વારકાવાસીઓએ કહ્યું, દ્વારકાધીશે સંકટ પોતાની ઉપર લઈ લીધું



રીવાબાએ ફૂડ પેકેટ પર પોતાનો ફોટો છપાવ્યો હતો. કપરા સમયમાં યોગ્ય સમયે મદદ પહોંચવાનો હેતુ હોવો જોઈએ, પણ મિસિસ જાડેજા આવા સમયે ફૂડ પેકેટ પર પોતાની તસવીરો છપાવવામાં વ્યસ્ત હતા. આ પેકેટ તેઓએ જાતે અસરગ્રસ્તોમાં વહેંચ્યા હતા. ત્યારે લોકોએ ચર્ચા કરી હતી કે, આવા સમયે પબ્લિસિટી ન કરવાની હોય. રીવાબા જાડેજાની આ વાત બતાવે છે કે, કપરા સમયમાં પણ નેતાજીને પ્રસિદ્ધિની ભૂખ ઓછી થતી નથી.


આજે ગુજરાતના 117 તાલુકામાં અનારાધાર વરસાદ પડ્યો, હજી આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું, આ દિવસે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે


સાચું કોણ? સરકારી ચોપડે મોતનો આંક ઝીરો, પણ NDRF કહે છે લેન્ડફોલ પહેલા બે ના મોત થયા