વાવાઝોડાના સંકટથી બચેલા દ્વારકાવાસીઓએ કહ્યું, દ્વારકાધીશે સંકટ પોતાની ઉપર લઈ લીધું

Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાને કારણે બપોરે 12 વાગ્યા સુધી 117 તાલુકામાં વરસાદ...સૌથી વધુ જામનગરમાં 5 ઈંચ, માંડવી, અંજાર અને દ્વારકામાં ચાર-ચાર ઈંચ વરસાદ....અનેક જગ્યાએ ભરાયા પાણી....

વાવાઝોડાના સંકટથી બચેલા દ્વારકાવાસીઓએ કહ્યું, દ્વારકાધીશે સંકટ પોતાની ઉપર લઈ લીધું

Gujarat Cyclone Latest Update : બિપોરજોય ચક્રવતની દ્વારકામાં પણ મોટી અસર જોવા મળી. આખી રાત દ્વારકાવાસીઓએ ફફડાટમાં વિતાવી હતી કે, શું વાવાઝોડું આ કૃષ્ણની નગરીને શું કરશે. પરંતુ સવાર થતા જ તેઓ ખુશીથી મલકાયા હતા કે, દ્વારકાધીશે દ્વારકા પર આવેલું સંકટ ટાળ્યું હતું. વાવાઝોડાને ભારે પવન અને વરસાદને કારણ દ્વારકામાં ખાનાખરાબી સર્જાઈ છે. પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ. જેથી દ્વારકાના લોકોએ શ્રીકૃષ્ણનો આભાર માન્ય હતો. તેઓએ કહ્યું કે, દ્વારકાધીશે સંકટ પોતાની ઉપર લઈ લીધું. દ્વારકામાં આજ સુધી એક પણ સંકટ આવ્યું નથી. ચક્રવાતની અસરમાં દ્વારકાધીશ મંદિરની ધજા ક્ષીણ થઈ ગઈ છે. 

દ્વારકા પર આજ દિન સુધી કોઈ સંકટ નથી આવ્યું 
સવાર બાદ દ્વારકામાં હવે જનજીવન ફરી પુનઃવર્ત થયું છે. લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. બિપરજોય ચક્રવાતને કારણે દ્વારકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભદ્રકાલી ચોકમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. ત્યારે વરસાદ ઓછો થતા બહાર નીકળેલા દ્વારકાવાસીઓએ કહ્યું કે, રાત્રે ઘરમાં હતા પવનના સુસવાટા અને વરસાદ ધોધમાર વરસ્યો. 52 વર્ષમાં ક્યારેય આવું વાવાઝોડું નથી જોયું. રાત્રે લાઈટ નહોતી જેથી મીણબતી લઈને રાત કાઢી. દ્વારકાધીશે અમારા પર આવેલું સંકટ પોતાની ઉપર લઈ લીધું. દ્વારકામાં આજ સુધી એક પણ સંકટ આવ્યું નથી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2023

દ્વારકા જિલ્લાભરમાં વાવાઝોડાએ સર્જી તારાજી ---
વાવાઝોડા બાદ ZEE 24 કલાકની ટીમ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પહોંચી હતી. જ્યાં એસડીએમએ માહિતી આપતા જણાવ્યું કે, વાવઝોડુ પસાર થયુ ત્યારે દ્વારકામાં 125 ની ઝડપે પવન હતો. કોઈ જાનહાની નથી થઈ. પતરા ઉડ્યાની ફરિયાદો છે. અત્યારે વરસાદ પવન ચાલુ છે. રસ્તા ચાલુ કરવાની કામગીરી ચાલુ છે. ફુડ પેકેટ પહોંચાડવાની કામગીરી ચાલુ છે. ઉપકરણોની હાલ કોઈ જરૂર જણાઈ નથી. અમે સરકારના સંપર્કમાં છીએ. જે ફરિયાદ આવે છે તે સમસ્યાઓ દુર કરીએ છીએ. બેટ દ્વારકામાં વાતચીત થઈ હતી, ત્યાં હેલ્થની ટીમ ઉપલબ્ધ છે. ત્યાં જનરેટર પણ ચાલુ છે. વીજપૂરવઠો બંધ છે. વીજળી ફરીથી કાર્યરત કરવા માટે જેટકોની ટીમ ફિલ્ડમાં છે. અત્યારે નેશનલ હાઈવે ચાલુ છે. રોડ બ્લોકના કોઈ સમાચાર મળ્યા નથી. એક ફરિયાદ હતી તે નિકાલ કરી દેવાઈ છે. બપોર પછી વાતાવરણમાં ચોખ્ખુ થવાની સંભાવના છે. પરંતુ લોકોને વિનંતી ઘરની બહાર ન નીકળતા.  

— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2023

દ્વારકાના મુખ્ય બજારમાં પાણી ભરાયા 
હાલની સ્થિતિની વાત કરીએ તો, દ્વારકાના હાર્દસમા ભદ્રકાલી વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગોમતી ઘાટ પાસે રહેલી દુકાનો અને લારીઓમાં મોટું નુકસાન થયું છે. હવે વાવાઝોડાથી થયેલી ખાનાખરાબીના દ્રશ્યો સામે આવ્યા છે. દુકાનોના છાપરા ઉડી ગયા, લારીઓ પવનને કારણે ફંગોળાઈ ગઈ છે. આ દ્રશ્યો નજરે જોનારે કહ્યું, પતરા અને છાપરા ઉડતા જોવા મળ્યા હતા. અચાનક આવેલા પવને બધું ઉડાવી દીધું હતું.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2023

અનેક ગામો 2 થી 3 દિવસથી લાઇટ વિહોણા
બિપરજોય ચક્રવાતની અસર બાદ દ્વારકાધીશ મંદિરે ગૃહ મંત્રી પહોંચ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાધીશ મંદિરની પરિસ્થિતિ જાણી હતી. વાવાઝોડા વચ્ચે દ્વારકા- કલ્યાણપુરમાં કોઇ જાનહાનિ નહીં, વૃક્ષ-વીજપોલ અંગે સર્વે ચાલુ છે. દ્વારકામાં અત્યાર સુધીમાં વૃક્ષ પડ્યાની ૪૫ ફરિયાદો, ૩૦૦ જેટલા વીજપોલને નુકસાની થઈ છે. આશ્રયસ્થાનોમાં તમામ લોકો સલામત, હાલ તોફાની પવન અને વરસાદ વચ્ચે ફૂડ પેકેટ વિતરણ ચાલુ છે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં હજુ પણ પવન અને વરસાદ યથાવત છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો તેમજ વીજ પોલ ધરાશયી થયા છે. જિલ્લાના અનેક ગામો 2 થી 3 દિવસથી લાઇટ વિહોણા છે. 

9 પશુઓના મોત, 5 લોકોને સામાન્ય ઈજા 
SDM પાર્થ તલસાણીયાએ માહિતી આપતા જણાવ્યું કે, આ વાવાઝોડામાં 9 પશુઓના મોત, પાંચ વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ છે. અત્યાર સુધીમાં 143 વૃક્ષ ધરસાઈ થયાની ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ આવી છે. સંખ્યાબંધ વીજ પોલ ધરાશાયી થયા છે. મોટા ભાગના ગામડાઓમાં હાલ વીજ વિક્ષેપ છે. આવામાં રસ્તાઓ પર પડી ગયેલા વૃક્ષો હટાવવાની કામગીરી ચાલુ છે. બેટ દ્વારકા ટાપુ પર પણ વૃક્ષો પડ્યા, વીજ પોલ ધરાસયી થયા છે. PGVCL અને GETCOની ટીમો દ્વારા વીજ પોલ ઉભા કરવા અને વીજ વાયરો ફિટિંગની કામગીરી શરૂ કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news