મુસ્તાક દલ/ જામનગરઃ જામનગરમાં(Jamnagar) 25 વર્ષ જેટલો સમય વિતી ગયો તેમ છતાં શહેરના મોટાભાગના ડીપી કપાતના(DP Deduction) અસરગ્રસ્તોને (Victims) હજુ સુધી વળતર મળ્યું નથી. મનપા(Municipal Corporation) દ્વારા પણ ડીપી કપાતના અસરગ્રસ્તોને નાણાકીય જોગવાઇઓ અને અસરગ્રસ્તોને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવાના બહાને વર્ષોથી હેરાન કરવામાં આવી રહ્યા છે અને કરોડોનું વળતર ન ચૂકવવામાં આવતું હોવાનો વિપક્ષી સિનિયર નગરસેવકે આક્ષેપ કર્યો છે. બીજી તરફ ઘર અને ધંધાથી વિહોણા થયેલા સંખ્યાબંધ અસરગ્રસ્તો પણ મનપા તાત્કાલિક વળતર આપે તેવી માગ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર મહાનગરપાલિકામાં (Jamnagar Municipal Corporation) વર્ષ 1992થી અત્યાર સુધી શહેરમાં થયેલા મોટાભાગના ડીપી કપાતના અસરગ્રસ્તોને કરોડોની રકમનું ચૂકવવાનું થતું વળતર હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. કોંગ્રેસના વિપક્ષી સિનયર નગરસેવકે યુસુફ ખફીએ આક્ષેપ કર્યો છે કે, જૂના વળતરની રકમ ચૂકવવા માટે મનપા દરકાર લેતું નથી અને નવા ડીપી રોડને મંજુરીઓ આપવામાં આવી રહી છે. આ નવા ડીપીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને અસર થશે ત્યારે તેનું વળતર મનપા ક્યાંથી ચૂકવશે. ભૂતકાળમાં થયેલ ડીપી કપાતના અસરગ્રસ્તોને વળતર ક્યારે ચૂકવવામાં આવશે તે એક સળગતો સવાલ છે.


CM Vijay Rupani: ગુજરાતની વિજય રૂપાણી સરકારે કસી કમર, લોકોને થશે જબરદસ્ત ફાયદો


જામનગર શહેરમાં છેલ્લા પચીસ વર્ષના સમયગાળા દરમિયાન દરબારગઢ, બેડીગેટ અને અન્ય વિસ્તારોમાં મનપા દ્વારા ટ્રાફિક સમસ્યા અને શહેરના વિકાસના નામે ડીપી રોડની કપાતો કરવામાં આવી છે. કપાતમાં ગયેલા અસરગ્રસ્તોને મકાન અને ધંધા રોજગારમાં ભારે નુકસાન થયું છે. વળતર વગર અસરગ્રસ્તોની હાલત કફોડી બની છે.


મનપાના ગોળગોળ જવાબ
- ડીપીના વળતર મામલે મનપાના અધિકારીઓ ગોળગોળ જવાબ.
- અસરગ્રસ્તો પાસે જાત-જાતના દસ્તાવેજી પુરાવાઓની માગણી.
- સમયાંતરે ચૂકવણું કરવાની પ્રક્રિયા ચાલુ હોવાના મનપાના અધિકારીઓના દાવા. 


ઝડપના ચસકામાં BRTS કોરિડોરમાં ચલાવતા હો વાહન તો સાથે રાખજો ભરેલું પાકિટ, દંડ છે ટાલ પડી જાય એવો


દરબારગઢ વિસ્તારમાં 2005માં જેમની દુકાન કપાતમાં ગઈ હતી તેમને પણ હજુ સુધી વળતર મળ્યું નથી. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અસરગ્રસ્ત મોહમ્મદ અલવારે અને ફકરૂદ્દીન કપાસીએ જણાવ્યું કે, "ટ્રાફિકના નામે અમારી દુકાન કપાતમાં ગઈ હતી. છેલ્લા 10 વર્ષથી તંત્ર દ્વારા દસ્તાવેજી પુરાવાના અભાવે અમને વળતર બાબતે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. આ દુકાનમાંથી થતી આવક પર જ અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું. તંત્ર દ્વારા અમારા વૈકલ્પિક રોજગારની પણ કોઈ વ્યવસ્થા હજુ સુધી કરાઈ નથી."


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....