Jamnagar News મુસ્તાક દલ/જામનગર : પતિ પત્નીના દાંપત્ય જીવનમાં એકબીજા પર વિશ્વાસ અને અતૂટ બંધન જ મહત્વનું ગણાતું હોય છે, પરંતુ હાલના સમયમાં સોશિયલ મીડિયાના વધતા અતિરેક અને એકબીજા પર શક વહેમના દાયરાને લઈને જામનગરમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં જામનગરમાં પતિએ પત્નીના whatsapp માં પરપુરુષનો મેસેજ જોઈ લેતા પતિએ ઉશકેરાઈ જઈને પત્ની પર તવીથા વડે હુમલો કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર શહેરના રણજીતસાગર રોડ, પટેલપાર્ક પાછળ, વૃંદાવન-૧, શેરી.નં.૪ માં રહેતા અને આ કામના ફરિયાદી મહિલા જલ્પાબેન વા/ઓ પ્રતિકભાઇ જગદિશભાઇ ચિતારા જાતે.બાવાજી ઉ.વ.૨૪ (ધંધો.ઘરકામ) એ સીટી બી ડિવિઝનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેના પતિ પ્રતિકભાઇ ચિતારાએ તેના પર તવિથા વડે હુમલો કર્યો હતો.


EMI પર ખરીદો કેરી : 12 મહિનામાં હપ્તા ચૂકવો રૂપિયા, આ ઓફરે આખા દેશમાં ચર્ચા જગાવી


મહિલાને કોઇ પરપુરુષ સાથે સંબંધ હોય તેવો પતિ અવાર-નવાર શંકા અને વહેમ કરતો હતો. જે બાબતે પતિએ પત્નીનો મોબાઇલ ફોન ચેક કરવા લીધો હતો. વોટસએપમા પરપુરુષનો મેસેજ જોઇ લેતા એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને કેટરર્સના લોખંડના તવીથાથી માથાના ભાગે અલગ-અલગ જગ્યાએ ત્રણ ઘા મારી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ બાદ પત્નીએ પતિ પ્રતિક વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.


જ્યારે મહિલાના માથાના ભાગે હુમલો કરતા તેને લોહિલુહાણ હાલતમાં જામનગરની હોસ્પિટલમાં સારવારમાં પણ ખસેડવામાં આવી હતી. હાલે સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા મહિલાની ફરિયાદના આધારે આરોપી પતિ વિરુદ્ધ આઇપીસીની કલમ 324 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.