નાક કપાયુ અને લગ્ન તૂટ્યા... નાક તોડવાની પરંપરાને લઈને બે પરિવારો ઝઘડી પડ્યા અને કન્યાએ લગ્નની ના પાડી
ભારતમા ગામેગામે અનોખી પરંપરા હોય છે. ક્યારેક આ પરંપરા આનંદ કરાવે છે, તો ક્યારેક આ પરંપરા સંબંધો બગાડે છે. આવા પહેલા પણ અનેક કિસ્સા બન્યા છે જેમાં પરંપરાઓને કારણે લગ્ન તૂટ્યા હોય. ગુજરાતના લગ્નોમાં નાક ખેંચવાની વિધિ તો સામાન્ય હોય છે. પરંતુ એક વરરાજાને આ પરંપરાનો એટલો ગુસ્સો આવ્યો કે તેણે લગ્ન જ કેન્સલ કરી દીધા અને જાન લીલા તોરણે પાછી ગઈ.
ઝી મીડિયા/બ્યૂરો :ભારતમા ગામેગામે અનોખી પરંપરા હોય છે. ક્યારેક આ પરંપરા આનંદ કરાવે છે, તો ક્યારેક આ પરંપરા સંબંધો બગાડે છે. આવા પહેલા પણ અનેક કિસ્સા બન્યા છે જેમાં પરંપરાઓને કારણે લગ્ન તૂટ્યા હોય. ગુજરાતના લગ્નોમાં નાક ખેંચવાની વિધિ તો સામાન્ય હોય છે. પરંતુ એક વરરાજાને આ પરંપરાનો એટલો ગુસ્સો આવ્યો કે તેણે લગ્ન જ કેન્સલ કરી દીધા અને જાન લીલા તોરણે પાછી ગઈ.
અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવાનને જામનગરની એક યુવતી સાથે પ્રેમ થયો હતો. જેથી પરિવારજનોએ તેમના લગ્ન નક્કી કર્યા હતા. સુખીસંપન્ન પરિવારે દીકરા અને દીકરીના લગ્ન લેવાયા હતા. 20 જાન્યુઆરીએ જામનગરની એક વૈભવી હોટલમાં લગ્ન લેવાયા હતા. આ દરમિયાન નાક ખેંચવાની વિધિ કરવાની હતી, જેથી છોકરીના પરિવારજનોએ વિધિની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો : હાય રે કુદરત.... લગ્નની ખુશી બે ઘડી પણ ન ચાલી, દાંડિયા રાસ લેતા વરરાજાની માતાનુ મોત થયુ
કન્યા પક્ષ દ્વારા વરરાજાનું નાક પકડવાની વિધિ કરવાની હતી, ત્યારે વરરાજા દ્વારા નાક પકકવાની ના પાડી હતી. જેથી કન્યા પક્ષ દ્વારા ખાલી નાકને સ્પર્શ કરવાની વાત કરાઈ હતી. પરંતુ વર પક્ષને તે પણ મંજૂર ન હતુ. તેઓએ નાકને સ્પર્શ કરવાની પણ ના પાડી હતી. જેને લઈને બંને પરિવાર લગ્ન મંડપમાં બાખડી પડ્યા હતા. બંને પરિવારના મોભીઓ નાની અમથી વાતને લઈને ઝઘડી પડ્યા હતા.
આ ઝઘડો જોઈને કન્યા પણ ત્યા આવી પહોંચી હતી. તેનાથી આ ઝઘડો જોવાયો નહિ અને તેણે લગ્ન માટે ના પાડી દીધી હતી. લગ્ન મંડપમાં પોતાની માતાનુ અપમાન તેનાથી સહન થયુ ન હતું, જેથી તેણે લગ્ન માટે ના પાડી હતી. કન્યાએ પોતાના પરિવારનુ માન જાળવ્યુ હતું અને જાન લીલા તોરણે પાછી ગઈ હતી.
આમ, લગ્ન કેન્સલ થતા સંબંધીઓમાં સોપો પડી ગયો હતો. કન્યા પક્ષ પણ હોટલમાંથી નીકળી ગયો હતો. આમ, નાનકડી એવી વિધિને કારણે લગ્ન રદ થયા હોવાનો બનાવ જામનગરમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યો હતો.