હાય રે કુદરત.... લગ્નની ખુશી બે ઘડી પણ ન ચાલી, દાંડિયા રાસ લેતા વરરાજાની માતાનુ મોત થયુ

રાજકોટના એક લગ્ન પ્રસંગમાં કરુણ પ્રસંગ બન્યો હતો. હસતા રમતા પરિવાર પર એવુ આભ તૂટ્યુ કે બે ઘડીની ખુશી પણ ન સચવાઈ. રાજકોટમાં લગ્ન અવસરની પૂર્વ રાત્રિએ દાંડિયા રાસ લેતા વરરાજાના માતાનું મોત થયુ હતું. દાંડિયા રમતા રમતા અચાનક માતાને શ્વાસ ઉપડતા દવાખાને લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. પુત્રના લગ્ન હતા અને માતાની ચીર વિદાય થઈ હતી. 
હાય રે કુદરત.... લગ્નની ખુશી બે ઘડી પણ ન ચાલી, દાંડિયા રાસ લેતા વરરાજાની માતાનુ મોત થયુ

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટના એક લગ્ન પ્રસંગમાં કરુણ પ્રસંગ બન્યો હતો. હસતા રમતા પરિવાર પર એવુ આભ તૂટ્યુ કે બે ઘડીની ખુશી પણ ન સચવાઈ. રાજકોટમાં લગ્ન અવસરની પૂર્વ રાત્રિએ દાંડિયા રાસ લેતા વરરાજાના માતાનું મોત થયુ હતું. દાંડિયા રમતા રમતા અચાનક માતાને શ્વાસ ઉપડતા દવાખાને લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. પુત્રના લગ્ન હતા અને માતાની ચીર વિદાય થઈ હતી. 

રાજકોટના એક લગ્ન પ્રસંગમાં એવો બનાવ બન્યો કે, અમદાવાદથી રાજકોટ આવેલા કડિયા સાપરીયા પરિવારનો અવસર શોકમા પલટાયો હતો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા રહેતા લતાબેન સાપરિયાના દીકરા દિપકના લગ્ન લેવાયા હતા. લગ્ન માટે સાપરિયા પરિવાર પંદર દિવસથી રાજકોટમાં હતો. રાજકોટના મિલન હોલ ખાતે રવિવારે લગ્ન લેવાના હતા. લગ્નની આગલી રાત્રે દાંડિયા રાસનું આયોજન કરાયુ હતું.  જેમાં દાંડિયા રાસ લેતા સમયે લતાબેનને અચાનક શ્વાસ ચઢ્યો હતો. 

આ બાદ લતાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પંરંતુ તેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. એક તરફ સવારે લગ્ન હતા, એટલે પરિવારે વરરાજાથી માતાના મોતની વાત છુપાવી હતી. દીકરા દિપકને આ વાતથી અજાણ રખાયો હતો અને લગ્ન વિધિ કરાઈ હતી. તો કેટલાક પરિવારજનો હોસ્પિટલમાં હતા. 

આમ, રાજકોટમાં જે પરિવાર પંદર દિવસથી લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતો, તેની ખુશી ઘડીમા જતી રહી હતી. સ્વજનોએ પણ વિલાયેલા મોઢે દિપકના લગ્નમાં હાજરી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news