જામનગરમાં જી.જી.હોસ્પિટલની પીડિતાઓને ન્યાય આપવા મહિલા ન્યાય મંચ મેદાને...
જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે કથિત યૌન શોષણ પ્રકરણમા મહિલા ન્યાય મંચ દ્વારા ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે ધરણા યોજવામાં આવ્યા છે.
મુસ્તાક દલ, જામનગરઃ જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે કથિત યૌન શોષણ પ્રકરણમા મહિલા ન્યાય મંચ દ્વારા ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે ધરણા યોજવામાં આવ્યા છે. જો આ પ્રકરણમાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો કોર્ટમાં જવાની ચીમકી મહિલા ન્યાય મંચ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જામનગરની જી.જી.કોવિડ હોસ્પીટલમાં કથિત યૌન શોષણ પ્રકરણને એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પણ આ પ્રકરણમા સ્થાનિક તંત્રને કાર્યવાહી કરવા આદેશ કરાયા છે છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગઈકાલે જ જામનગરના મહિલા ન્યાય મંચ દ્વારા કથિત યૌન શોષણ પ્રકરણમા કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.
રેખાએ બેડથી બાથરૂમ સુધી બધે જ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!
આજરોજ મહિલા ન્યાય મંચના પ્રણેતા શેતલબેન શેઠની આગેવાનીમાં મહિલા ન્યાયપંચ દ્વારા શહેરના લાલ બંગલો સર્કલ ખાતે ધરણાં યોજવામાં આવ્યા છે. આ પ્રકરણમાં સામેલ લોકો સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે એટેન્ડન્ટ યુવતીઓ સાથે મહિલા ન્યાય મંચની મહિલાઓએ ધરણા યોજયાં છે. આ ધરણા કાર્યક્રમમાં આપ, બસપા, કોંગ્રેસ અને વાલ્મિકી સમાજના આગેવાનો પણ જોડાયા છે.
Saffron: કેમ લાખો રૂપિયામાં વેચાય છે કેસર? જાણો કઈ રીતે કરવામાં આવે છે કેસરની ખેતી
જોકે ગઈ કાલે મહિલા ન્યાય પંચના પ્રણેતા શેતલબેન શેઠને જી.જી.હોસ્પિટલ જાતીય સતામણીની ઘટનાના મુખ્ય દોષિતો દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી હતી અને તે અંગે શેતલબેન શેઠ દ્વારા સીટી બી ડિવિઝનમાં જાણ કરતી અરજી પણ રજૂ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે ઢાંકપિછોડો કરવા આરોપીઓ હવે ધમકીઓનો પણ સહારો લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ સમગ્ર મુદ્દે મહિલા ન્યાયપંચ ખૂબ જ મક્કમ છે અને પીડિતોને ન્યાય અપાવવા તેમજ દોષીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે ધરણા યોજી રહ્યું છે.
Instagram ના આ શાનદાર 5 ફીચર વિશે જાણો છો તમે? જે એપને બનાવે છે વધુ મજેદાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube