મનફાવે ત્યાં ગરબા રમો ત્યાં આવું થાય, રાસરસીયાઓને જામનગરના રસ્તા પર ગરબા ભારે પડ્યા
action on garba reels : રાસરસીયા ગરબા ક્લાસીસના સંચાલકોએ આ રીતે યંગસ્ટર્સને રસ્તા પર ગરબા કરાવડાવ્યા હતા. ત્યારે જામનગર પોલીસે આ ગરબા ક્લાસીસના સંચાલકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Jamnagar News : ગુજરાતીઓનો ગરબાનો ક્રેઝ ભારે છે. ગરબાપ્રિય ગુજરાતીઓ ગમે ત્યાં ગરબા કરે. પરંતુ તમારો આ શોખ નિયમોને નેવે મૂકે ત્યારે. આજકાલ રીલ્સના રવાડે ચઢેલા લોકો ગમે તે કરવા તૈયાર થાય છે. રીલ્સ બનાવવા લોકો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે જામનગરના એક ગરબા ક્લાસીસના સંચાલકને રસ્તા પર ગરબા કરાવવા ભારે પડ્યુ હતું. જામનગર પોલીસે સબક શીખવાડતી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરથી એક રીલ્સ વાયરલ થઈ હતી. જેમાં કેટલાક યુવક યુવતીઓ રસ્તાની વચ્ચોવચ ગરબા કરી રહ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યુ કે, બેડી બંદર રોડ પર ભારે વાહનોની અવરજવર વાળા રોડ પર આ યુવક યુવતીઓએ રસ્તા પર ગરબા કર્યા હતા. ગરબાની રીલ્સ બનાવવા માટે વાહનોને અટકાવાયા હતા, તો રસ્તા પર અવરજવર પણ થોડા સમય માટે થંભી ગઈ હતી.
તથ્ય પટેલના કાળા કારનામા ઢાંકનાર પોલીસ ઓફિસર કોણ છે, DySP એ કરાવ્યુ હતું સમાધાન
ચોમાસાના ચોથા રાઉન્ડની અંબાલાલની આગાહી, તારીખ આપીને કહ્યું આ દિવસે ખતરનાક વરસાદ આવશે
ત્યારે વીડિયો વાયરલ થયા બાદ જામનગર પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે, રાસરસીયા ગરબા ક્લાસીસના સંચાલકોએ આ રીતે યંગસ્ટર્સને રસ્તા પર ગરબા કરાવડાવ્યા હતા. ત્યારે જામનગર પોલીસે આ ગરબા ક્લાસીસના સંચાલકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ગરબા ક્લાસીસના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.
જામનગરનો આ કિસ્સો જીવ જોખમમાં મૂકી રીલ્સ બનાવતા લોકો માટે ચેતવણીસમાન છે. આ રીતે રસ્તા પર કોઈ ટ્રાફિક જામ કરીને રીલ્સ બનાવતા, હાઈરાઈઝ ઈમારત પર ચઢીને રીલ્સ બનાવતા કે પછી રેલવે ટ્રેક પર રીલ્સ બનાવતા લોકો માટે આ કિસ્સો ઉદાહરણ રૂપ છે કે, ચેતી જજો. રીલ્સની ઘેલછામાં આવુ કરશો તો કાર્યવાહી થશે.
તથ્યના મિત્રો વિશે મોટો ખુલાસો : કરોડપતિ તથ્યની આ એક બાબત પાછળ ઘેલા હતા