ચોમાસાના ચોથા રાઉન્ડની અંબાલાલની આગાહી, તારીખ આપીને કહ્યું આ દિવસે ખતરનાક વરસાદ આવશે

Ambalal Patel Monsoon Prediction : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એકવાર ચોમાસાની આગાહી કરી છે. તેઓએ હવે ચોમાસાનો ચોથો રાઉન્ડ ક્યારે આવશે તેની તારીખ આપી દીધી છે. ગુજરાતમાં ચોમાસાના ત્રણ રાઉન્ડ ભારે રહ્યા છે. ત્યારે હવે ચોથો રાઉન્ડ પણ ધડબડાટી બોલાવશે, ત્યારે જોઈ લો અંબાલાલ પટેલની આગાહી શું કહે છે 
 

gujarat weather forecast

1/6
image

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આજે રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. પરંતું ફરીથી રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે.  

gujarat weather forecast

2/6
image

તેમણે કહ્યું કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે. 

gujarat weather forecast

3/6
image

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ દિવસોમાં વલસાડ, ભરૂચ,  બનાસકાંઠા જેવા વિસ્તારોમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. આજે મંગળવારથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આ દિવસોમાં અમદાવાદમાં હળવાથી માધ્યમ વરસાદ રહી શકે છે. અત્યાર સુધીનો ગુજરાતમાં સીઝનલ વરસાદનો 83% વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કુલ વરસાદ 20 % વધુ વરસાદ રહ્યો, કુલ 120 % વરસાદ પડ્યો છે.

gujarat weather forecast

4/6
image

વરસાદના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 78% વરસાદ વરસ્યો છે. કચ્છમાં 124%, સૌરાષ્ટ્રમાં 100% વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતમાં 58%, દક્ષિણ ગુજરાતમાં 54% વરસાદ રહ્યો. તેમજ મધ્ય ગુજરાતમાં 53% જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 143 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કચ્છમાં 124 ટકા, ગીર સોમનાથમાં 118 ટકા વરસાદ રહ્યો. રાજકોટમાં 104 ટકા, જામનગરમાં 101 ટકા વરસાદ રહ્યો. દેવભૂમિ દ્વારકામાં 100 ટકા, પોરબંદરમાં 95 ટકા નોંધાયો. ભાવનગરમાં 89 ટકા, બોટાદમાં 88 ટકા વરસાદ, બોટાદમાં 88 ટકા, અમરેલીમાં 80 ટકા વરસાદ, મોરબીમાં 65 ટકા, સુરેન્દ્રનગરમાં 64 ટકા વરસાદ રહ્યો. આમ, ગુજરાતમાં સિઝનનો 78 ટકા વરસાદ નોંધાયો  

gujarat weather forecast

5/6
image

6/6
image