મુસ્તાક દલ, જામનગર: આજથી 13 દિવસ પહેલા જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની છરીના 20 જેટલા ઘા મારી હત્યા કરી નાખવાની ઘટનાએ શહેરને હચમચાવી નાખ્યું છે.  અતિ ધમધમતા અને ભરચક ટાઉનહોલ વિસ્તારમાં બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી વકીલ પર છરીથી હુમલો કરી દીધો હતો. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ પણ પોલીસને હાથ લાગ્યું હતું. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાઈક પર આવેલા શખ્સોએ કિરીટ જોષીને પકડીને તેમના પર હુમલો કરી દીધો હતો. જેમાં છરી વડે હત્યારાઓ દ્વારા એક બાદ એક એમ 20 જેટલા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. હત્યા બાદ આ બંને શખ્સો બાઈક પર ફરાર થઈ ગયા હતા. આરોપીઓ હજુ પોલીસની પકડમાં આવ્યાં નથી. જામનગર પોલીસે આ મામલે એક આરોપીનો સ્કેચ તૈયાર કરાવડાવ્યો છે. આરોપીઓને શોધવા માટે પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહી છે. પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કરીને લોકોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો માટે કરો ક્લિક-- જામનગર: વકીલની હત્યાના આરોપીનો સ્કેચ તૈયાર


આ સમગ્ર ઘટનાના જામનગર શહેરમાં ખુબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. 13 દિવસ પસાર થઈ ગયા હોવા છતાં આરોપીઓ હજુ પોલીસની પકડમાં આવ્યાં નથી. વકીલોમાં પણ અંગે રોષની લાગણી જોવા મળી રહી છે.


VIDEO જામનગર: વકીલની હત્યાની ઘટનાનું CCTV ફૂટેજ આવ્યું સામે, જોઈને રૂવાંડા ઊભા થઈ જશે


મળતી માહિતી મુજબ આ હત્યાને પૂર્વ આયોજીત કાવતરૂ રચી અંજામ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટ કિલરને સોપારી અપાયાની પણ શંકા છે. આ હત્યા પાછળ રૂપિયા 100 કરોડના જમીનનો મામલો કારણભૂત હોવાની ચર્ચા થઈ રહી છે.