મુસ્તાક દલ/જામનગર: શહેરમાં પોકસો અદાલતે સગીરા પર સામુહિક દુષ્કર્મના બનાવમાં આરોપીઓ સામે લાલ આંખ કરતા એક પછી એક ઐતિહાસિક અને કડક ચુકાદાની શરૂઆત કરી છે. આજે પણ અઢી વર્ષ અગાઉના એક સગીરા પર સામુહિક દુષ્કર્મના કેસમાં જામનગરની પોકસો અદાલતે એક ઉદ્યોગપતિ સહિત 6 પુરૂષ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે સગીરાને દુષ્કર્મ કરાવવા માટે પ્રેરિત કરનાર સગી માતા અને બહેનને પણ 7 વર્ષની સજા ફટકારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર પોકસો અદાલતના આ ચુકાદા અંગેની વાત કરવામાં આવે તો વર્ષ 2016 દરમિયાન શહેરના સીટી સી ડિવિઝન પોલીસ મથક હેઠળના એક વિસ્તારમાં રહેતા રૂકસાનાબેન નામની મહિલાએ પોતાની જ 15 વર્ષની સગીરવયની પુત્રીને ધાકધમકી આપી લોહીના વ્યાપારમાં ધકેલી હતી. જેમાં ભોગ બનનારની માતા રૂકસાનાબેન ઉપરાંત તેની સગી બહેન મુસ્કાન ભોગ બનનારને ધમકી આપી માતાની મદદ કરી ગ્રાહકો પાસે દેહવ્યાપાર માટે જવા ફરજ પાડતી હતી.


શાળાઓ બાદ કોલેજોમાં વિદ્યાર્થી અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવા શિક્ષણ વિભાગનો આદેશ


અંતે સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેણીની માતા તેમજ બહેન અને ગ્રાહક રણજીતસિંહ જાડેજા, બસીર હસન, વિનોદ ઉર્ફે ભુરા હીરાભાઈ, કિરણભાઈ જેરામભાઈ, અકબરગુલામ બદરમીયા, ઉધોગપતિ ભાવેશ સાયાણી સામે દુષ્કર્મ પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું. જો કે આ કેસમાં ઉદ્યોગપતિ ભાવેશ સાયાણી ફરાર છે.


સ્માર્ટ અમદાવાદ: શહેરના માર્ગો પર હવે દોડશે પ્રદૂષણ મુક્ત ‘ઇલેક્ટ્રીક બસ’


આ સામે દુષ્કર્મનો કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતોમાં ચાલી જતા જજ પી સી રાવલે તમામ આઠેય આરોપીઓને તકસિરવાન ઠેરવ્યા હતા, અને આજે ચુકાદામાં જાણવા મળતી વિગત મુજબ ભોગ બનનાર સગીરાને તેણીની માતા જ અંગત લાભ માટે તેમના ઘેર અને ગ્રાહકો સાથે અન્ય સ્થળે દેહવ્યાપાર માટે મોકલતી હોવાનું નિવેદન આપ્યું હતું.


રાજકોટ: પાણીની લાઇનમાં અજાણ્યા શખ્શોએ કર્યું ભંગાણ, લાખો લીટર પાણીનો વ્યય


જુઓ LIVE TV:



આ ચકચારી કેસમાં સરકારી વકીલ કોમલબેન ભટ્ટની ધારદાર રજૂઆત અને તપાસનીશ અધિકારી, તબીબની જુબાની, દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ કોર્ટે ભોગબનનારની સગી માતા અને બહેનને સાત વર્ષની સજા જ્યારે એક ઉદ્યોગપતિ સહિત અન્ય 6 પુરુષ આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.