શાળાઓ બાદ કોલેજોમાં વિદ્યાર્થી અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવા શિક્ષણ વિભાગનો આદેશ

શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરાવાની પ્રક્રિયા અત્યાર સુધી સફળ થયા બાદ હવે રાજ્યમાં આવેલી યુજી અને પીજીની 350થી વધુ ગ્રાન્ટેડ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી પુરાવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હેઠળની તમામ ગ્રાન્ટેડ કોલેજોને 1 ઓગસ્ટથી ફરજીયાત રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન પુરાવાની રહેશે.   

Updated By: Jul 17, 2019, 05:50 PM IST
શાળાઓ બાદ કોલેજોમાં વિદ્યાર્થી અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવા શિક્ષણ વિભાગનો આદેશ
ફાઇલ તસવીર

અતુલ તિવારી/અમદાવાદ: શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરાવાની પ્રક્રિયા અત્યાર સુધી સફળ થયા બાદ હવે રાજ્યમાં આવેલી યુજી અને પીજીની 350થી વધુ ગ્રાન્ટેડ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી પુરાવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હેઠળની તમામ ગ્રાન્ટેડ કોલેજોને 1 ઓગસ્ટથી ફરજીયાત રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન પુરાવાની રહેશે. 

ઓનલાઈન હાજરીની સમગ્ર માહિતી કેસીજીને મોકલી આપવા માટે પણ આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી જ્યાં તમામ માધ્યમિક સ્કુલોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષથી કોલેજોમાં પણ ફરજીયાત ઓનલાઈન હાજરી પુરાવા આવી રહી છે. શાળા અને કોલેજોમાં પ્રાથમિક ધોરણે સફળતા મેળવ્યા બાદ હવે ગ્રાન્ટેડ કોલેજોને પણ ઓનલાઈન હાજરીમાં આવરી લેવાની શિક્ષણ વિભાગ આયોજન કરી ચુક્યું છે.

સ્માર્ટ અમદાવાદ: શહેરના માર્ગો પર હવે દોડશે પ્રદૂષણ મુક્ત ‘ઇલેક્ટ્રીક બસ’

જુઓ LIVE TV:

જે અંતર્ગત સરકારી મોબાઈલ એપથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરી 1 ઓગસ્ટથી ગ્રાન્ટેડ કોલેજોએ પણ દરરોજ સરકારી કચેરી એવી કેસીજીને મોકલવાની રહેશે. જે ગ્રાન્ટેડ કોલેજો આ આદેશનો અમલ નહીં કરે તેવી કોલેજો સામે કડક પગલા લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સાથે જ 25મી જુલાઈ સુધીમાં કોલેજોની તમામ વિગતો જેવી કે શિક્ષકોની સંખ્યા, સેમિસ્ટર દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા અંગેની વિગત કેજીસીને મોકલી આપવા માટે પણ જણાવવામાં આવ્યું છે.