મુસ્તાક દલ, જામનગરઃ જામનગરમાં એક કારખાનામાં અચાનક આવી ચઢેલાં એક સાપે તો ભારે કરી. જામનગરના રામપર ગામ પાસે આવેલ SSPL નામના દોરાના વિશાળ કારખાનામાં પીળા બદામી રંગના ઊભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળતાં કારખાનામાં ભયનો માહોલ સર્જાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મીલના ગોડાઉન મેનેજર પાસે લાખોટા નેચર કલબ સંસ્થા દ્વારા જારી કરેલ હેલ્પલાઇન લીસ્ટ માંથી નજીકમાં આવેલ નાની બાણુગરના સર્પ પ્રેમી મિલન કંટારિયાનો સંપર્ક કર્યો હતો. સાપ હોવાની જાણ થતાં રેસ્ક્યુર મિલન કંટારિયા સ્થળ પર દોડી ગયા હતાં. ત્યાં તેઓને જામનગર જિલ્લામાં અતિ દુર્લભ જોવા મળ્યો.


IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!


જામનગરમાંથી આંશિક ઝેરી Indian Ribbon Snake / Leith's Sand Snake "પટીત રેતીયો સાપ" મળી આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગના સહયોગ થી સફળતાપૂર્વક બચાવ કરીને અને કુદરતના ખોળે તેને મુક્ત કરી દેવામાં આવ્યો. આવા અલગ પ્રકારનો સાપ જોઈને ભયભીત થયેલા કારખાનાના કામદારોને મિલન કંટારિયાએ સાપ વિશે સાચી માહિતી આપી હતી અને તમામ લોકોનો ભય દૂર કર્યો હતો. 


Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી


તેમજ કોઈપણ જગ્યાએ સાપ જોવા મળે તો લાખોટા નેચર કલબ મિલન કંટારિયા 99796 66483 નો સંપર્ક કરવા જણાવાયું હતું. છેલ્લાં ઘણાં સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર કલબ ફ્રી સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે.


Health Tips: આટલા પ્લાન્ટ તમારા ઘરમાં હશે તો ક્યારેય ઓછી નહીં થાય તમારી ઈમ્યુનિટી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube