Anant Ambani-Radhika Merchant pre-wedding : છેલ્લા કેટલાક દિવસથી અંબાણી પરિવાર જામનગરમાં છે. જ્યાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ છે. અંબાણી પરિવારે આ પ્રસંગે કેટલાક કાર્યક્રમો માટે જે જગ્યાની પસંદગી કરી છે એ રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશિપ પણ અદ્ભુત ખાસિયત ધરાવે છે. સૌની નજર આ પ્રસંગ પર છે, પંરતું અનંત-રાધિકાના લગ્નની મજા વરસાદ બગાડી શકે છે. એક તરફ ભપકાદાર પ્રી-વેડિંગ છે અને બીજી તરફ વરસાદની આગાહી છે. માર્ચ મહિનામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાંઆવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્નના કાર્યક્રમ આજથી જામનગરમાં શરૂ થઈ ગયા છે. જે 3 માર્ચ સુધી આયોજિત રહેશે. આ વચ્ચે બગડેલું મોસમ મોટી મુશ્કેલી પેદા કરી શકે છે. આગાહી કહે છે કે, દ્વારકા, જામનગર, પોરબંદર, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, મહેસાણામાં વરસાદની શક્યતા છે. લગ્નના ફંક્શન અને વરસાદની આગાહી વચ્ચે કેવું રહેશે મોસમનો મિજાજ તે જોઈએ. 


દેશના પાવરફુલ 100 ભારતીયોમાં 13 ગુજરાતીઓ, એક ગુજ્જુએ લોકપ્રિયતામાં કોહલીને પછાડ્યો


જામનગરમાં મોસમનો મિજાજ
ભવિષ્યવાણી મુજબ, ગુજરાતના જામનાગરમાં 1 થી 1 માર્ચ સુધી વરસાદની શક્યતા છે. આગામી 24 કલાકની આગાહી અનુસાર, જામનગરમાં હાલ તો મોસમ એકદમ સ્વચ્છ છે. પરંતુ તેને બગડતા વધારે સમય નહિ લાગે. બગડતા મોસમ વચ્ચે જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી અનંત અંબાણીના પ્રી-વેડિંગનું આયોજન કરાયું છે. 


તાપમાનની વાત કરીએ તો, જામનગર શહેરનું ન્યૂનતમ તાપમામ 19 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત જામનગરના મોસમમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. જામનગરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. સવારની સરખામણીમાં જામનગરનું તાપમાન 33 થી 34 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. સાંજ થવા પર તાપમાનમાં એકવાર ફરીથી ઘટાડો આશે. તો આવતીકાલે શનિવારે 2 માર્ચના રોજ વાદળછાયુ વાતાવરણ રહેશે. 


હવે હાઉસિંગ સોસાયટીના પ્રમુખ-કમિટીની મનમાની નહિ ચાલે, વર્ષો જૂના નિયમો સરકારે બદલ્યા