મુસ્તાક દલ, જામનગર: બુટલેગરો અને તેમના ખેપિયાઓ જે સમયે અંગ્રેજી દારૂનું કટીંગ કરી રહ્યાં હતા એ સમયે જ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ ત્રાટકી હતી. અને સ્થળ પરથી પોલીસે દારૂની બોટલો સહિત કુલ 27 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના તૈયારા ગામની સીમમાંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ ૮૦૮ તથા બીયર ટીન- ૨૩૬૩ ના અન્ય મુદામાલ મળી કુલ 27 લાખ રૂપિયાના માતબર જથ્થા સાથે બે ઇસમને જામનગર એલ.સી.બી.એ ઝડપી પડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી ના પો.ઇન્સ. એસ.એસ.નિનામાંના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના psi કે.કે.ગોહીલ તથા આર.બી.ગોજીયા તથા બી.એમ.દેવમુરારીની અલગ અલગ ટીમો બનાવી જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળા તથા અજયસિંહ ઝાલાને બાતમી મળી હતીકે, ધ્રોલ તાલુકાના લૈયારા ગામના યાસીન ઉર્ફે મોટો હાજીભાઇ સુમરા તથા જામનગર ગુલાબનગરના કાસમ અબ્દુલભાઇ ખેરાણી તથા ઇમરાનભાઇ ખેરાણી ત્રણેય જણાએ ભાગીદારીમાં બહારથી ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવી લૈયારા ગામની પાછળના ભાગે આવેલ ચેકડેમ પાસે ખરાબામાં ટ્રક નંબર જી.જે .૧૮ એયુ ૮૩ ૭૮ માંથી દારૂનું કટીંગ કરી પોતાના અલગ અલગ ગ્રાહકોને વેચવાના છે.


પોલીસને બાતમી મળી હતીકે, હાલમાં પણ ઇગ્લીશ દારૂનું કટીંગ ચાલુ છે. જેને પગલે એલ.સી.બી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેઇડ કાર્યવાહી કરતા આરોપીઓ ( ૧ ) હુશેનભાઇ ઉર્ફે બાવ અકબરભાઇ બ્લોચ રહે . ગુલાબનગર , તાડીયા હનુમાન મંદિર પાસે , જામનગર ( ૨ ) સલીમભાઇ ઉર્ફે વસીમ દાઉદભાઇ પઠાણ રહે . અલીયાબાડા હબીબનગર , હુશેની ચોક , તા.જી.જામનગર નાઓ પકડાઇ ગયેલ જે બન્ને ના કન્નાની ટ્રકમાંથી મેકડોવેલસ વ્હીસકી દારૂ ની બોટલ નંગ- ૮૦૮ કિ.રૂ ૩,૨૩,૨૦૦, બીયર ટીન- ૨૩ ૬૩ કિ.રૂ .૨,૩ ૬,૩૦૦ ટોરસ ટ્રક નંબર જી.જે .૧૮ એયુ ૮૩૭૮ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦, મોબાઇલ ફોન -૦૩ કિ.રૂ.૫૦૦૦, પ્લાસ્ટકીનના દાણા ભરેલ બોરીઓ નંગ- ૫૯૫ કિ.રૂ .૧૧,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબજર કરેલ છે તેમજ ઇંગ્લીશ દારૂમા આરોપીઓ યાસીનભાઇ ઉર્ફે મોટો હાજીભાઇ ખેરાણી, કાસમભાઇ અબ્દુલભાઇ ખેરાણી તથા ઇમરાનભાઇ ખેરાણી તથા દારૂ સપ્લાય કરનારને અટક કરવાના બાકી છે.


આરોપીઓ વિરૂધ્ધમાં એ.એસ.આઇ. હરપાલસિંહ સોઢા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્સ કે . કે.ગોહિલએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બન્ને આરોપીઓએ ટ્રકમાં દમણ મુકામેથી પ્લાસ્ટીકના દાણાની બોરીની વચ્ચે ટ્રક મા સંતાડેલ ઇંગ્લીશ દારૂ તથા બીયર નો જથ્થો પકડી પાડવામાં આવેલ છે.