મુસ્તાક દલ/જામનગર : જામનગરમાં વણિક પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. દંપતી, બે બાળક અને એક વૃદ્ધાએ આર્થિક સંકડામણથી કંટાળીને મોતનુ પગલુ ભર્યું હતું. 


વૃદ્ધ ઉપર સૂતા હતા ત્યારે પાંચ જણાએ નીચે ઝેર ગટગટાવીને મોત વ્હાલુ કર્યું હતું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના કિશન ચોક પાસે દિપકભાઈ પન્નાલાલ સાકરીયા (ઉંમર 40 વર્ષ)નો પરિવાર રહે છે. આજે તેમનો આખો પરિવાર પોતાના ઘરમાં મૃત હાલમાં મળી આવ્યો હતો. તેમની પત્ની આરતીબેન સાકરીયા ( 37 વર્ષ), દીકરી કુમકુમ સાકરીયા (10 વર્ષ), દીકરો હેમંત સાકરીયા (5 વર્ષ) અને માતા જયાબેન પન્નાલાલ સાકરીયા ( 80 વર્ષ) અને દિપકભાઈ ખુદ ઝેર પીધેલી હાલમાં મળી આવતા હતા. આ વાતની જાણ થતા જ ઉ.વ.૮૦)ના મૃતદેહો ઝેરી દવા પીધેલી હાલતમાં તેમના ઘરેથી મળી આવતા આસપાસના લોકોના ટોળા જામ્યા હતા. તાત્કાલિક 108 બોલાવાઈ હતી, પણ કોઈ પણ સભ્ય જીવિત રહ્યો ન હતો. 


[[{"fid":"197535","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"JamnagarSuicide3.jpg","field_file_image_title_text[und][0][value]":"JamnagarSuicide3.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"JamnagarSuicide3.jpg","field_file_image_title_text[und][0][value]":"JamnagarSuicide3.jpg"}},"link_text":false,"attributes":{"alt":"JamnagarSuicide3.jpg","title":"JamnagarSuicide3.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


સાકરીયા પરિવારે આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દિપકભાઈની આવક માત્ર 10થી 15 હજાર જેટલી હતી, પરંતુ તેમની માતા જયાબેનની સારવાર માટે દર મહિને 25 હજાર જેટલો ખર્ચ થતો હતો. તો બીજી તરફ, દિપકભાઈના માટે બેંક લોન પણ હતી. ત્યારે મોટાપાયે દેવુ વધી જતા આ પગલુ ભર્યું હતું. 


ગુજરાતના મહત્વના સમાચાર જુઓ એક ક્લિક પર