Gujarat Politics : જામનગરમાં મહિલા સાંસદ અને ધારાસભ્યના વિવાદ વચ્ચે હાલ ઘીના ઠામમાં ઠર્યું છે. સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રીવાબા વચ્ચેનો વિવાદ હવે શાંત થયો છે. બંને વચ્ચે જાહેરમાં થયેલી જીભાજોડીના ચર્ચા દિલ્હી સુધી પહોંચ્યા હતા, અને ખુદ કમલમથી ડેમેજ કન્ટ્રોલ કરવાના પ્રયાસો કરાયા હતા. આ વિવાદના રાજકારણ વચ્ચે રવિવારે નવુ જોવા મળ્યું. પૂનમબેન માડમ સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઇટ કરીને રિવાબાને શુભેચ્છા આપવા આવ્યા જામનગર આવ્યા તેવું એક કાર્યક્રમમાં સીઆર પાટીલે નિવેદન આપ્યુ હતું. ત્યારે હવે મહિલાઓના રાજકારણનો સુખદ અંત આવ્યો હોય તેવું લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર શહેરના 78 ઉત્તર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને ભારતીય ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનું આગામી 5 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હોય ત્યારે આજે જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં રિવાબા જાડેજા દ્વારા સપ્તરંગી સેવા યજ્ઞ મહોત્સવ નામનો સમાજ સેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉપરાંત કેબિનેટ મંત્રી મૂળુભાઈ બહેરા તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવ્ય શક્તિ મેયર મીનાબેન કોઠારી સહિત શહેર જિલ્લા ભાજપ પ્રમુખ અને ભાજપના આગેવાનો નગરસેવકો કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


વિવાદમાં વધુ એક સ્વામીએ બળતામાં ઘી ઉમેર્યું, દર્શનવલ્લભ સ્વામીનું વિવાદિત નિવેદન


ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રિવાબા દ્વારા કરવામાં આવેલ આ સેવાયજ્ઞને બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીઆર પાટીલે કહ્યું હતું કે, પૂનમબેનનો મને રાત્રે ફોન આવ્યો હતો કે તેમનો દિલ્હીમાં કાર્યક્રમ હોવાથી રિવાબાને મારા વતી તમે શુભેચ્છા આપજો, પરંતુ પછી તેમનો ફોન આવ્યો કે હું આવું જ છું અને રાત્રે સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઇટ કરીને અહીં રિવાબાને શુભેચ્છા આપવા તેઓ આવ્યા છે. કાર્યકર્તા વચ્ચે આ પ્રકારે મનમેળ હોવો અત્યંત જરૂરી હોય છે.


રૂપાલાએ સનાતન ધર્મ વિરુદ્ધ બોલનારાઓની સરખામણી રાવણના વંશજો સાથે કરી


ઉલ્લેખનીય છે કે, રીવાબા અને પૂનમ માડમ વચ્ચેનો ખટરાગ જગજાહેર છે. જામનગરમાં MLA રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા. પરંતું પાટીલના આ નિવેદનનો શુ અર્થ નીકળે. 


ગાંધીનગરમાં હાકલપટ્ટીનો દોર ચાલુ : CMO માંથી પાંચને અલવિદા કરાયા, હવે કોનો વારો