મૌલિક ધામેચા/અમદાવાદ :હાલ ગુજરાતમાં ચારેબાજુ પરપ્રાંતિયોનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. વિવિધ શહેરો અને જિલ્લામાંથી પરપ્રાંતિયો પોતાના વતન જવા નીકળ્યા છે. ત્યારે છેલ્લાં કેટલાક દિવસોમાં પરપ્રાંતિયોને લઈને ખોટી અફવા પણ ફેલાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં અફવા ફેલાવવાના મામલે જનસંઘર્ષ વિરાટ પાર્ટીના યુવા નેતા અર્જુન મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં પરપ્રાંતિયોને અફવા ફેલાવી ગભરાવતા પોલિટિકલ નેતાની ધરપકડ કરવામાં આવી છે. વટવા પોલીસે જનસંઘર્ષ વિરાટ પાર્ટીના અર્જુન મિશ્રા સહિત 5 ને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામે ‘વતનમાં મોકલી આપવાની વાત કહી સરકાર તમને મદદ નહિ કરે....’ તેવુ કહી ગેરસમજ ઉભી કરતા હતા. 


અમદાવાદથી ગોંડલ પહોંચેલ વૃદ્ધ દંપતીને કોરોના નીકળતા 37 પરિવારો ઘરમાં પૂરાયા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર ગુજરાતમાંથી પરપ્રાંતિયો વજન જવાની જીદે છે. આ મામલે કેટલાક શહેરોમાં આક્રમક દેખાવો પણ કર્યા છે. તો બીજી તરફ, સરકાર દ્વારા પણ ટ્રેનો દોડાવીને પરપ્રાંતિયોન તેમના વતન જવા માટે મદદ કરવામાં આવી છે. આવામાં પોલીસ તથા સરકાર સતત લોકોને અફવાથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર