ઝી બ્યૂરો: જગતમંદિર જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન ભક્તો માટે બંધ રાખવામાં આવેલું છે ત્યારે તંત્ર - પ્રસાશન દ્વારા ભક્તો ઘરે બેઠા ધામધૂમ પૂર્વક ઉજવણી કરી શકે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન રાત્રિ ના જન્મોત્સવ દરમિયાન સમગ્ર માહોલ ભક્તિમય બનાવવા અને ભક્તો ભાવપૂર્વક અને ધામધૂમ પૂર્વક જન્મોત્સવ ઉજવી શકે તે માટે કિર્તીદાન ગઢવી ના સુમધુર કંઠે ભગવાનના હાલરડાનો કાર્યક્રમ ઓનલાઇન રાખેલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસના સંક્રમણ વધવાના ભયને લઈને સરકારે લગાવેલા પ્રતિબંધ, નિયંત્રણને કારણે જન્માષ્ટમીએ દ્વારકા મંદિર સુમસામ લાગી રહ્યું છે. દર વર્ષે જન્માષ્ટમીએ દ્વારકામાં દુર દુરથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. અને મંદિર પરીસર વહેલી સવારથી મોડી રાત્રે કૃષ્ણજન્મ સુધી એકધારી ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.


કોરોના મહામારી ને કારણે દ્વારકાધીશ જગતમંદિર ભક્તો માટે પ્રવેશ બંધ રાખવામાં છે ત્યારે દ્વારકાધીશ મંદિર નું પરિસર એકદમ ખાલી જોવા મળ્યું. પરંતુ બહાર થી આવેલા દ્વારકાધીશ ભક્તો જગતમંદિર નું બહારથી દર્શન કરી અને પરત ફરી રહ્યા છે. ત્યારે દ્વારકા ના ભૂદેવો ભગવાન ને એવી પ્રાથના કરી  રહ્યા છે કે '' હે ભગવાન , જે રીતે તમે દરેક વખતે જન્મ લઇ અને લોકોના હિતને ધ્યાને લઈ અને જે રાક્ષસો નો અંત કર્યો છે એ રીતે આ વખતે ફરી જન્મ લઈ અને કોરોના રૂપી રાક્ષસનો સંહાર કરી અને સમગ્ર વિશ્વને આ મહામારી માંથી બચાવો અને આ કોરોના નામના રાક્ષસનો વધ કરો. હાલ ભગવાનનાં દર્શન વગર ભક્તો માં દુઃખ ની લાગણીઓ જોવા મળી રહી છે.


જન્માષ્ટમી સહિતના તહેવારોમાં દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. પરંતુ કોરોનાને કારણે આજે અરબી સમુદ્રમાં ગોમતી નદીના સંગમ સ્થાન પર શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી છે. જન્માષ્ટમીના તહેવાર છતાં પ્રશાસનના આદેશના કારણે ભક્તોની ભીડ પણ તટ પર જોવા નથી મળી. દ્વારકા મંદિરના પૂજારી પ્રણવભાઈએ કહ્યું કે, આજે પૂજારી પરિવાર અને અધિકારીઓની હાજરીમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. તમામ શ્રદ્ધાળુઓ ઘરે બેસીને ભગવાનના દર્શન કરી શકે છે. કોરોના મહામારીની નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના સાથે આજે મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો.


ભક્તો વિના જન્માષ્ટમીની ઉજવણી
તો તરફ જન્માષ્ટમીના મહોત્સવને લઇ રાજ્યના ઘણા બધા મોટા મંદિરો બંધ રહેવાના છે, ત્યારે યાત્રાધામ ડાકોરમાં પણ બંધ બારણે જન્માષ્ટમીની ઉજવણી થઇ હતી. ડાકોર મંદિર સરકારની તમામ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે. જેના ભાગરૂપે આવતીકાલે યોજાનાર રાજા રણછોડનો જન્મોત્સવ ડાકોર મન્દિરમાં બન્ધ બારણે ઉજવાશે. જોકે મંદિર પ્રશાસનના આ નિર્ણયને લઈ વૈષ્ણવોમાં દુઃખની લાગણી છે, અને વૈષ્ણવ હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જે રીતે રાજા રણછોડ એ કૃષ્ણનો વધ કર્યો હતો તે રીતે આ કોરોનાનો વધ કરવામાં આવે.


સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. રાત્રિના બાર વાગે ભગવાનને તિલક કરવામાં આવ્યું હતું અને આતશબાજી કરીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 


અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડના દર્શન કરવા ભક્તો આવે અને ડાકોરના ગોટા ના થાય તેવું તો ના જ બને. પરંતુ આ વખતે બંધ બારણે થઈ રહેલી રાજા રણછોડના જન્મોત્સવની ઉજવણી ને કારણે ડાકોરમાં પોતાની દુકાનો પર ફિક્કી ઘરાગી જોવા મળી રહી છે. જેના કારણે હવે આ કોરો ના કારણે જલદી ખતમ થાય તેવી પ્રાર્થના ઘોટાના વ્યાપારીઓ કરી રહ્યા છે.


શામળાજીમાં શણગાર આરતી કરવામાં આવી હતી જેમાં ભગવાન શામળિયાને ખાસ સોનાના આભૂષણો પહેરવામાં આવ્યા છે. પંચામૂર્ત થી સ્નાન કરવાય બાદ શામળશા શેઠને ખાસ સોના અને હીરાના આભૂષણો ધરવામાં આવ્યા. સાથે જ આજે જન્માષ્ટમી ના ખાસ પર્વ માટે તૈયાર કરવામાં આવેલા પહેરવેશ પણ પહેરામાં આવ્યા છે. ભગવાનના આ અલૌકિક મનોહર રૂપને જોવા માટે ભક્તો દૂર દૂરથી આવ્યા હતા. પરંતુ દર વર્ષની સરખામણીએ 10 થી 15 ટકા જેટલા જ ભક્તો આવી રહ્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube