ભરૂચનું જંત્રાણ ગામ બેટમાં ફેરવાયું, 5 દિવસથી વીજળી પણ ડૂલ; ખેડૂતોની સ્થિતિ કફોડી
ભરૂચ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે જંબુસર તાલુકાના જંત્રાણ ગામની ચારે તરફ પાણી ફરી વળ્યા છે. જ્યારે છેલ્લા 5 દિવસથી ગામમાં વીજળી પણ ડૂલ થઇ જતાં ગ્રામજનોમાં વીજ કંપની માટે આક્રોશ પણ એટલો જોવા મળી રહ્યો છે
ભરત ચુડાસમા, ભરૂચ: ભરૂચ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે જંબુસર તાલુકાના જંત્રાણ ગામની ચારે તરફ પાણી ફરી વળ્યા છે. જ્યારે છેલ્લા 5 દિવસથી ગામમાં વીજળી પણ ડૂલ થઇ જતાં ગ્રામજનોમાં વીજ કંપની માટે આક્રોશ પણ એટલો જોવા મળી રહ્યો છે. ગામમાં આવેલ વીજ કર્મીઓને હવે તો ગ્રામજનોએ ઘેરી જ્યાં સુધી લાઇટો ચાલું ન થાય ત્યાં સુધી જવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારી છે. જંબુસરથી વાયા જંત્રાણ બાદ આવતા 15 જેટલા ગામો સંપર્ક વિહાણા બન્યા છે. આ તરફના ગામોમાં પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે દરેક ગામમાં ખેડૂતોને માથે હાથ દઇ બેસવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો:- વડોદરા: રાજ્યનો સૌપ્રથમ ઓટોમેટિક રેલ વોશિંગ પ્લાન્ટ, પૈસા,સમય અને પાણીની બચત
ભરૂચ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદમાં એક એવું પણ ગામ છે જે 5 દિવસથી વરસાદી પાણીથી ઘેરાયેલું છે અને 5 દિવસથી વીજળી પણ ડૂલ છે. એક તરફ પાણીએ જંત્રાણ ગામની ચારે તરફ ઘેરી ગામને બેટમાં ફેરવી દીધું છે. જંત્રાણ ગામમાં પણ જંબુસર તાલુકાના અન્ય ગામો જેવી પરિસ્થિતિ સર્જાતા ગ્રામજનોની સાથે સાથે ખેડૂતો પણ હેરાન છે. ગામમાં ચારે તરફ પાણી ફરી વળ્યાં છે.
આ પણ વાંચો:- વડોદરા: કારેલીબાગ પોસ્ટ ઓફીસમાં વરસાદના પાણી ભરાયા,અનેક ડોક્યુમેન્ટ્સ પલળી ગયા
ગામની સીમમાં જંબુસરથી વાયા જંત્રાણ થઈ થણાવા, કિમોજ, રૂનાડ, કનગામ, છિદ્રા, કલીયારી, ડરી, સિગામ, કંથારીયા, કાવી, ઝામડી, દહેગામ, સાંઘડી વિગેરે ગામોમાં જવાનો માર્ગ પણ વરસાદી પાણી ભરાઈ જવાથી બંધ થઈ જતો હોવાથી ગ્રામજનોને 15 કિમીનો ફેરો વધી જાય છે. જંબુસરના ધારાસભ્ય દ્વારા પણ આ બાબતે જિલ્લા કક્ષાએ રજુઆરઓ કરવા આવી હોઈ પરંતુ તેઓ કોઈ ઉકેલ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:- આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટીમાં વધારો, નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
તો બીજી તરફ વીજ વિભાગની નબળી કામગીરીના કારણે આખા ગામમાં વીજળી ડૂલ થઇ જતા ગ્રામજનો પરેશાન થઇ ગયા છે. વીજ કંપનીના કર્મચારીઓ રીપેર માટે આવતા ગામના યુવાનોએ હવે નકક્કી કર્યું હતું કે જ્યાં સુધી ગામમાં લાઈટો પુનઃ ચાલુના થાય ત્યાં સુધી તેઓને પરત ન જવા દેવા.
આ પણ વાંચો:- વડોદરા પુરની ઘાત ટળી, વિશ્વામિત્રીની સપાટી 21 ફુટે પહોંચી, આજવાની સપાટી 212 સ્થિર
દર વર્ષે આજ પરિસ્થિતિનો સામનો અહીંના લોકો કરતા હોઈ અને આ પાણી જો એક દિવસ વરસાદ રોકાઈ જાય તો પણ ઉતરી જાય છે. એટલે કે સતત 5 દિવસ વરસાદ પડ્યો અને આ માર્ગ ઉપરથી આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો ગ્રામજનોએ કરવો પડ્યો. સાથે જ ચોમાસાના ચાર મહિના વીજળીની સમસ્યાનો પણ મોટો પ્રશ્ન છે તે વહેલી તકે તંત્ર ઉકેલી આપે તેવી માંગ જંત્રાણ વાસીઓ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર