new jantri rates ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતમાં નવી જંત્રીના અમલના કારણે તેમના જૂના કે જર્જરિત આવાસના સ્થાને નવા આધુનિક સુવિધાથી સજ્જ આવાસના સપનાં જોઈ રહેલા લોકોના સપના તૂટી શકે છે. નવી જંત્રી અમલમાં આવતાની સાથે બિલ્ડરો રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ પાછા ખેંચી રહ્યા છે. આખરે શું છે આ જંત્રીની જફા અને કેમ તેની ઘરના ઘરનું સપનું જોતા લોકો પર થશે અસર? જુઓ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં જંત્રીના દરમાં દોઢ થી બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 12 વર્ષ બાદ જંત્રીમાં કરવામાં આવેલા આ વધારાથી ઘરનું ઘર કે મિલકત લેવા માંગતા લોકોના બજેટ ડામાડોળ થઈ શકે છે. જંત્રીમાં થયેલા આ વધારાની અસર સામાન્ય નાગરિકોની સાથે બિલ્ડરો પર પણ પડી રહી છે. નવી જંત્રી પ્રમાણે FSI ખરીદવા માટે બિલ્ડરે વધુ રકમ ચૂકવવી પડશે. જેથી તેમને ઈમારત બનાવવી મોંઘી પડશે. જેની સૌથી વધુ અસર રીડેવલપમેન્ટના પ્રોજેક્ટસ પર પડશે.


આજથી ગુજરાતમાં મકાન ખરીદવું મોંઘું બનશે, નવી જંત્રીનો અમલ આજથી લાગુ


ક્રેડાઈ અમદાવાદ-GIHED ના ચેરમેન તેજસ જોશી જણાવે છે કે, એકલા અમદાવાદમાં જ જંત્રીના નવા દરના કારણે રીડેવલપમેન્ટની 95 ટકા ઓફર પાછી ખેંચી લેવામાં આવી છે. અમદાવાદમાં 7 હજારથી વધુ સોસાયટી રિડેવલપમેન્ટમાં જાય તેવી છે. આ સોસાયટીમાં 22 હજારથી વધુ પરિવારો વસવાટ કરે છે. જેમનું સપનું રિડેવલપમેન્ટમાં નવું અને આધુનિક સુવિધા સાથેનું ઘર ખરીદવાનું છે. જંત્રીમાં વધારો થતા FSIનો ખર્ચ વધી જાય એમ છે. જેના કારણે બિલ્ડરો રિડેલપમેન્ટના પ્રોજેક્ટ પાછા ખેંચી રહ્યા છે.
 
તો બીજી તરફ, રાજ્ય સરકારે નક્કી કરેલી નવી જંત્રીમાં વિસંગતતાઓ જોવા મળી રહી છે. આ જંત્રી પ્રમાણે અમદાવાદના ઓછો વિકાસ ધરાવતા વિસ્તારોમાં જંત્રી ખૂબ જ વધારે છે. જ્યારે નવા અને વિકાસ પામેલા વિસ્તારોમાં જંત્રીનો દર ઓછો છે. શહેરના જૂના વિસ્તારોમાં જ રિડેવલપમેન્ટની વધારે જરૂર છે. જ્યાં જંત્રી વધારે હોવાથી FSI વધારે ચૂકવવી પડે એમ છે. જો વિસંગતતાઓ દૂર કરવાની પણ માંગ કરવામાં આવે તો રાજ્યના વિકાસને વધુ વેગ મળી શકે છે.


તલાટીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ, હસમુખ પટેલે આપેલી નવી માહિતી પર નજર કરી લેજો


ગુજરાતમાં નવી જંત્રીના અમલથી અફોર્ડેબલ હાઉસિંગ હેઠળ જે ઘરો આવે છે તેના ભાવ પર ખાસ અસર નથી પડવાની. પરંતુ કોમર્શિયલ અને હાઈરાઈઝ તેમજ R1, R2, R3 માં આવતા મકાનોની કિંમતમાં 15 થી 20 ટકાનો વધારો થશે. નવી બનતી મિલકતોમાં બાંધકામ ઓછું મળવાની અથવા તો હાલની મિલકતોના ભાવ ઓછા મળવાની સ્થિતિ ઉભી થઈ છે. સરવાળે આ નિર્ણય મધ્યમ વર્ગને ભારે પડી શકે છે.


પાવાગઢ જનારા ભક્તો માટે આનંદના સમાચાર, દર્શન કરવા જશો તો કંઈક નવુ મળશે