અમદાવાદ #જસદણ પેટા ચૂંટણી જંગમાં ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસના સીધા જંગમાં ભાજપે પત્તા ખોલ્યા છે જ્યારે કોંગ્રેસમાં હજુ બધુ બંધ બારણે ચાલી રહ્યું છે. ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં હજુ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા નથી. આ સંજોગોમાં કોંગ્રેસના ઇચ્છુક ઉમેદવારો જાણે બંધમાં દાવ રમી રહ્યા છે અને ઉમેદવારી ફોર્મ લઇ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય એવા ભોળાભાઇ ગોહિલે આજે ઉમેદવારી ફોર્મ લેતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસદણ પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી કુંવરજી બાવળીયા ઉમેદવાર નક્કી છે જ્યારે કોંગ્રેસમાં હજુ નામ જાહેર કરાયું નથી. પાર્ટી સુત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે આજે સાંજ સુધીમાં ઉમેદવારનું નામ જાહેર થવાની સંભાવના છે. આ સંજોગોમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી જંગમાં ઉભા રહેવા ઇચ્છતા ઉમેદવારો બંધમાં ચાલ ચાલી રહ્યા છે અને ઉમેદવારી ફોર્મ લઇ રહ્યા છે. 


જરૂર પડે તો ધોકાવાળી પણ કરજો...


વર્ષ 2012માં કોંગ્રેસ તરફથી જસદણ બેઠક પર જીતેલા ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલે આજે ઉમેદવારી ફોર્મ લેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ અગાઉ અવસર નાકિયા, ગજેન્દ્ર રામાણી, ધીરૂભાઇ શિંગાળાએ પણ ઉમેદવારી ફોર્મ લીધા હોવાથી કોનું નામ નક્કી થશે અને કોણ કપાશે? એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. 


જસદણ જંગના વધુ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો