ગૌરવ પટેલ, રક્ષિત પંડ્યા (વીંછીંયા): જસદણ પેટાચૂંટણીને હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સાંજે પાંચ વાગ્યા બાદ જસદણ મતવિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ પ્રચાર પ્રસાર નહીં કરી શકે. જિલ્લા બહારના નેતાઓ જસદણ મતવિસ્તારમાં નહીં રહી શકે. તેઓએ પાંચ વાગ્યા પહેલા જસદણ મતવિસ્તાર છોડી દેવો પડશે. ચૂંટણીપંચ પણ મતદાન પહેલા સમીક્ષા કરશે. જો કે આજે છેલ્લા દિવસે પણ ભાજપ દ્વારા રેલી આયોજિત કરવામાં આવી છે. રેલીનો પ્રારંભ સવારે 9 વાગ્યે વીંછીયાથી થયો. જસદણમાં ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસદણ પેટા ચૂંટણી : ખેડૂતોએ મફતમાં લસણ વેચી પ્રદર્શિત કર્યો અનોખો વિરોધ


ભાજપની આ પ્રચાર રેલીની શરૂઆત વીંછિયાથી થઈ ગઈ છે જે જસદણ સુધી હશે. રેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ જોડાયા છે. જેમાં ભીખુભાઇ દલસાણીયા, મોહન કુંડારીયા, કાંતી અમૃતીયા, પુનમ મકવાણા પણ જોડાયા છે. અંજલી બેન રૂપાણી સંહિતાના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. 


અત્રે જણાવવાનું કે વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે,  ત્યારે જસદણની પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વિશાળ મહારેલી યોજી છે. કાર અને બાઈકના કાફલા સાથે નીકળેલી આ રેલી વીંછીયાથી જસદણ સુધી જશે. જેમાં આ રેલી અમરાપુર,હિંગોળગઢ, લાલાવદર, લીલાપુર, જસદણ, આટકોટ, પાંચવડા, જીવાપર, જૂના પીપળીયા, પ્રતાપપુર અને સાણથલીમાં પણ જશે.


જસદણ પેટા ચૂંટણી : ગલીઓ, ઈમારતો પર લખાયું ‘કુંવરજી હારે છે’


જસદણ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ જિલ્લા પોલીસ સજ્જ
જસદણની વિધાનસભા પેટાચૂંટણીને લઈને પોલીસ એકદમ સજ્જ થઈ ગઈ છે. પેટાચૂંટણીમાં 1100 પોલીસ જવાનોનું સુરક્ષા કવચ છે.  પોલીસના 306 , ગૃહ રક્ષક દળના 311 જવાનો તેમજ લશ્કરી દળની 6 કંપની બજાવશે ચૂંટણીમા ફરજ બજાવશે. કુલ 159 સ્થળ પર 262 બુથ છે જે પૈકી 72 સ્થળોના 126 બુથ પર વિશેષ તકેદારી રાખવામાં આવશે. 


મતદાનના દિવસે દરેક બુથ મુજબ પોલીસ અને હોમગાર્ડ જવાનની ફાળવણી કરવામાં આવી છે. પેરા મિલિટરીની 6 કંપનીના 540 જવાનો જસદણ ખાતે પેટા ચૂંટણીના સુરક્ષા કવચમા જોડાશે.મતદાન પૂર્ણ થયા બાદ પેરા મિલિટરી ની 5 કંપની રવાના થશે અને બાકી 1 કંપની ના જવાનો સ્ટ્રોંગ રૂમ બહાર ફરજ પર હાજર રહેશે.


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...