Religious News નરેશ ભાલિયા/રાજકોટ : જસદણના પ્રસિદ્ધ એવા ઘેલા સોમનાથ મંદિરમાં હવે જળાભિષેક માટે પૈસા ચૂકવવા પડશે. હવેથી ભક્તોને જળાભિષેક માટે 351 રૂપિયા ચૂકવવા પડશે તેવી જાહેરાત કરાઈ છે. ત્યારે જળાભિષેક માટે પૈસા ચૂકવવાના મંદિરમાં બોર્ડ લાગ્યા છે. અત્યાર સુધી ભાવિકો નિશુલ્ક જળાભિષેક કરી શક્તા હતા, પરંતું અચાનક રૂપિયા ચૂકવવાની જાહેરાત કરાઈ છે. ત્યારે જળાભિષેક માટે પૈસા ચૂકવવાના નિર્ણયથી વિવાદ ઉઠ્યો છે. જસદણના સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના નિર્ણયનો વિરોઘ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘેલા સોમનાથ મંદિરનું સંચાલન જિલ્લા વહીવટી તંત્ર પાસે છે. ત્યારે હવે મંદિરમાં જળાભિષેક માટે પૈસા ચૂકવવાના નિર્ણયથી વિવાદ ઉઠ્યો છે. હવેથી જસદણના ઘેલા સોમનાથ મંદિરમાં ભક્તોને જળાભિષેક માટે 351રૂપિયા ચૂકવવા પડશે. જસદણ ઘેલા સોમનાથ મંદિરના ઉપાધ્યક્ષ અને નાયબ કલેક્ટરે સોમનાથ મંદિરમાં જળાભિષેકને લઈ એક મોટો નિર્ણય લઈને રૂપિયાની જાહેરાત કરી છે, જેથી શિવભક્તોમાં રોષ જોવા મળ્યો છે. સામાજિક અગ્રણીઓ અને સંત સમાજે નાયબ કલેક્ટરના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેઓએ આ નિર્ણયનો વિરોધ કરીને ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે. તેમજ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને રજૂઆત કરવામાં આવશે તેવુ જણાવાયું છે. 



નાયબ કલેક્ટરનો જવાબ
રૂપિયા વસૂલવાના નિર્ણય અંગે નાયબ કલેક્ટર કહ્યું કે, અંગત સ્વાર્થ હોવાથી અમૂક લોકો વિરોધ કરે છે. જળાભિષેકના જે રૂપિયા આવશે તેનો યાત્રી સુવિધામાં ઉપયોગ થશે.


ઉલ્લેખનીય છે કે, રાજકોટના કલેક્ટર ઘેલા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે. ત્યારે આખરે કોના કહેવાથી આવો નિર્ણય લેવાયો છે તે મોટો પ્રશ્ન છે.