Big Alert: શિયર ઝોનના લીધે ગુજરાત પર 3 દિવસ ભારે! જાણો કયા વિસ્તારોની પથારી ફેરવશે થંડરસ્ટોર્મ

Rainfall Alert: અચાનક ગુજરાતના વાતાવરણમાં આવી ગયો છે પલટો. અચાનક બદલાઈ ગયુ છે વાતાવરણ. તપતા રસ્તાઓ પર અચાનક ફરી વળ્યું છે પાણી...ફરી એકવાર શરૂ થઈ ગયો છે વરસાદનો રાઉન્ડ...

1/6
image

Gujarat Monsoon Forecast: ગુજરાતમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની વરસશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના છે.

2/6
image

આજે રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શિયર ઝોનના કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવમાં આવી છે. 

3/6
image

હવામાન વિભાગ દ્વારા 26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ હવામાન વિભાગે બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી પણ કરી છે. 

4/6
image

અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

5/6
image

હવે વરસાદનો અંતિમ રાઉન્ડ ગુજરાતને ધમરોળશે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

6/6
image

વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા અને સીટીએમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો..જ્યારે પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેડાના નડિયાદ અને છોટાઉદેપુરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો અને મેઘરાજાનું આગમન થયું હતું.