ગાંધીનગર: જવાહર ચવડાએ કોંગ્રેસ પાર્ટીને છોડીને ગાંધીનગર ખાતે કમલમમાં ખાતે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં જવાહર ચાવડાએ કેસરી ખેસ પહેરીનો ભાજપ સાથે જોડાયા હતા. જ્યારે જવાહર ચાવડાએ જણાવ્યું કે, હું મંત્રી પદ માટે ભાજપમાં જોડાયો નથી. અને વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રજાની સેવા કરવામાં કંઇક ખૂટતું હોય તેવું લાગે છે. માટે કોંગ્રસ છોડીને ભાજપ સાથે જોડાણ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે કે.સી પટેલે જવાહર ચાવડાને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. જવાહર ચાવડાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે ભાજપમાં જોડાવા માટે કોનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે જવાબ આપ્યો કે, તેમણે ભાજપમાં જોડાવા માટે સીધા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંપર્ક કર્યો હતો. ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે અમે ભાજપના જોડાઇ રહેલા જવાહર ચાવડાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.


ગુજરાત સરકારના મંત્રી મંડળનું થશે વિસ્તરણ, કોંગ્રેસ છોડનાર જવાહર ચાવડા, જાડેજા બનશે મંત્રી !!


જવાહર ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસમાં મઝા નથી આવતી એટલે મઝા લેવા માટે ભાજપમાં જોડાયો છું. છેલ્લા 30 વર્ષથી પ્રજાની સેવા કરી રહ્યો છું. અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ પક્ષ દ્વારા જે પણ કાર્ય આપવામાં આવશે તેને હું કરીશ અને હું મંત્રી પદની લાલચથી ભાજપમાં નથી જોડાયો પ્રજાની સેવા કરવા માટે ભાજપમાં જોડાયો છું.



જવાહર ચાવડા ભાજપમાં જોડાતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, માણાવદરના ધારાસભ્ય યુવા ઉત્સાહી કાર્યકર છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક પ્રજાના પ્રશ્નો માટે કામ કરી રહ્યા છે. ગુજરાત અને દેશના વિકાસને જોતા દરેક પક્ષના હોદ્દેદારો કાર્યકર્તાઓ ભાજપ તરફે આકર્ષાયા છે. કોઇ ધારસભ્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તે અમારા માટે આનંદની વાત છે.