ગુજરાત સરકારના મંત્રી મંડળનું થશે વિસ્તરણ, કોંગ્રેસ છોડનાર જવાહર ચાવડા, જાડેજા બનશે મંત્રી !!

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઇ ત્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થઇ રહી છે. માણાવદર ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા છે. અહીં તેમણે કહ્યું કે, પ્રજાના કામ કરવા માટે સરકારની પાર્ટીમાં આવ્યો છું. વધુમાં એમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં એવો કોઇ ખટરાગ ન હતો પરંતુ પાર્ટી દ્વારા અપાયેલ બધી જવાબદારી છોડીને આવ્યો છું. જુનો બધો હિસાબ કરીને આવ્યો છે. જોકે અહીં એવું કહેવાય છે કે, રૂપાણી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થનાર છે અને જવાહર ચાવડાને મંત્રી પદ મળી એવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે

ગુજરાત સરકારના મંત્રી મંડળનું થશે વિસ્તરણ, કોંગ્રેસ છોડનાર જવાહર ચાવડા, જાડેજા બનશે મંત્રી !!

અમદાવાદ: લોકસભાની ચૂંટણીની હજી તો તારીખો જાહેર પણ નથી થઇ ત્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થઇ રહી છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા છે. અહીં તેમણે કહ્યું કે, પ્રજાના કામ કરવા માટે સરકારની પાર્ટીમાં આવ્યો છું. વધુમાં એમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં એવો કોઇ ખટરાગ ન હતો પરંતુ પાર્ટી દ્વારા અપાયેલ બધી જવાબદારી છોડીને આવ્યો છું. જુનો બધો હિસાબ કરીને આવ્યો છે. જોકે અહીં એવું કહેવાય છે કે, રૂપાણી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થનાર છે અને જવાહર ચાવડાને મંત્રી પદ મળી એવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે. 

રૂપાણી સરકારનું વિસ્તરણ થવાની શક્યાતા 
અગાઉ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા જામનગર કોંગ્રેસના કદાવર નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ને પણ રૂપાણી સરકારના મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. મહત્વનું છે, કે 2017ની લોકસભાની ચૂંટણીમાંથી જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડીને ત્યાંથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારે હવે રૂપાણી સરકારના મંત્રી મંડણમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રી પદ મળે તેવી શક્યતાઓ છે.

ધર્મેન્દ્ર સિંહ અને જવાહર ચાવડાને મળશે મંત્રી પદ
હવે જો ગુજરાતની ભાજપ સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થાય તો જામનગરના નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા હાલમાં જૂનાગઢ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનાર કોંગ્રેસના જવાહર ચાવડાને રૂપાણી સરકારના મંત્રી પદમાં સ્થાન મળી શકે છે. બંન્ને કોંગ્રેસ કુળના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહીર નેતા છે. અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ તેઓ આજે ભાજપમાં જોડાઇ ભગવો ખેસ ધારણ કરશે.

આશાબેન પટેલના નામની પણ ચર્ચા 
એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, ઊંઝા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ આશાબેન પટેલને પણ રૂપાણી સરકારના મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. એવી પણ ચર્ચા હતી કે ડો આશાબેન પટેલને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ બનાવાની શક્યતા હતી. પરંતુ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિનું પદ ડો. અનિલ નાયકને મળ્યું હતું. માટે હવે જો રૂપાણી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થાય તો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયેલા આશાબેન પટેલને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news